Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના પક્ષપલટુઓને મોટા ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો, કેતન ઈનામદારે જણાવ્યું રાજીનામું આપવાનું કારણ

MLA Ketan Inamdar Resigns : ભાજપમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે નારાજગી દર્શાવીને રાજીનામું આપ્યું... કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. ત્યારે કોંગ્રેસે પણ કહ્યું કે, ભાજપમાં પક્ષપલટાના દોરમાં જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે ભેદભાવ થાય છે

કોંગ્રેસના પક્ષપલટુઓને મોટા ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો, કેતન ઈનામદારે જણાવ્યું રાજીનામું આપવાનું કારણ

Gujarat Loksabha Elections : રાજકારણની એક ખબર મંગળવારની સવાર ધ્રુજાવી દીધી છે. એક તરફ સીઆર પાટીલ કોંગ્રેસ અને આપના ધારાસભ્યો તથા નેતોઓને યેનકેન પ્રકારે ભાજપનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપની આ ભરતી મેળાની મોસમમાં આંતરિક વિવાદ પૂરબહારમાં ખીલ્યો છે. કોંગ્રેસમાંથી આવેલાને મોટો ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો છે. સરવાળે હવે ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે, પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. 2022ની ચૂંટણીમાં કેતન ઈનામદાર કોંગ્રેસના કુલદીપસિંહ સામે લડ્યા હતા. ત્યારે હવે પોતાના વિરોધી ઉમેદવારને જ પાર્ટીએ મોટો કરતા કેતન ઈનામદારની નારાજગી જોવા મળફી છે. 

કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. લોકસભાની ચૂંટણીમાં કુલદીપસિંહ રાઉલજીને ડભોઇ વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. તો ધારાસભ્ય શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. કેતન ઇનામદારના રાજીનામાં પાછળ આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે. તો રાજીનામા બાદ કેતન ઇનામદારના ઘરે કાર્યકરોનો જમાવડો થયો છે. મોટી સંખ્યામાં કાર્યકરો કેતન ઈનામદારના ઘરે પહોંચી રહ્યાં છે. વડોદરાના અન્ય ધારાસભ્યો, સાંસદ પણ ઘરે પહોચી રહ્યા છે. 

વડોદરા ભાજપમાં અસંતોષની આગ પેટી : 3 મોટા નેતા નારાજ, સત્તા અને સંગઠન આમને-સામને

 

 

તો રાજીનામા અંગે કેતન ઈનામદારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. તમામ જગ્યાએ રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યું. રાજકારણ માં દરેક સત્તા માટે નથી આવતા. છેલ્લા 11 વર્ષ 3 મહિનાથી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. મે અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો. આ કેતન ઈનામદારનો અવાજ નથી આ ભાજપ ના પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે. માન સન્માન જળવાતું નથી એ ફક્ત મારી નહિ દરેક કાર્યકર્તાની વાત છે. કેતન માત્ર નિમિત્ત બન્યો છે. જૂના કાર્યકર્તા ની અવગણના ના થાય તેવી અપીલ છે. પોતાના માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ નહિ ચાલે.

રાજીનામા પર વિપક્ષનો વાર 
કેતન ઈનામદારના રાજીનામા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, કેતનભાઇ પહેલા જ કહી ચૂક્યા છે પાર્ટીમાં શું ચાલે છે. દંડ અને દંડાના જોરે ચાલતી આ સરકાર છે. પક્ષપલટાના દોરમાં જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે ભેદભાવ થાય છે. પક્ષપલટાની મોસમ અને વેલકમ પાર્ટીઓ ચાલે છે લોકોનો પ્રશ્નો ભૂલાઈ ગયા છે. કદાચ એવું પણ થાય કે કેતનભાઇ એમ કહે બધું બરાબર છે પાર્ટીમાં અમારે વાત થઈ ગઈ છે. એવો તો શું ખેલ પડ્યો છે રાતે મેઈલ કરવો પડ્યો. પાયાના કાર્યકર્તાઓને ભૂલી નવા પક્ષપલટુ કાર્યકર્તાઓને આવકારે છે. અમે દરેક વરિષ્ઠ અને જૂના નેતાઓને માન અપીયે છીએ. અમે કોઇ વેલકમ પાર્ટી નથી કરવાના. 

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More