Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ માર્કેટ યાર્ડનો આ નજારો જોઈ ખુશખુશ થઈ ગયા ખેડૂતો, જણસીની રેકોર્ડબ્રેક આવક થઈ

Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં આવક બંધ કરવામાં આવી... નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી... મોટી સંખ્યામાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ... યાર્ડની બંને તરફ ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી 

ગોંડલ માર્કેટ યાર્ડનો આ નજારો જોઈ ખુશખુશ થઈ ગયા ખેડૂતો, જણસીની રેકોર્ડબ્રેક આવક થઈ

Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તા. 1, 2, 3 ડિસેમ્બર તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજરોજ વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. લસણ-ડુંગળી ની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. 

સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી આવક બંધ કરાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લસણ અને ડુંગળીની મબલખ આવક થઈ છે. ડુંગળીની 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણ 65 હજાર કટ્ટાની આવક થઈ છે. લસણ અને ડુંગળી મબલખ આવકથી ઉભરાયું હતું. ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી જતા મરચાંના ગ્રાઉન્ડમાં ડુંગળીની આવક ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી લસણ-ડુંગળી આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી અને લસણની આવક સદંતર બંધ રાખવામાં આવી છે.

ગુજરાતમાં નકલીનો ખેલ! મોરબીમાં આખેઆખું ટોલનાકું નકલી નીકળ્યું

હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તેવો ભાવ બીજે ક્યાંય ખેડૂતો મળતો નથી અને ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચીને હસતા હસતા જાય છે તેનો અમને આનંદ થાય છે. આજે પણ ડુંગળી અને લસણની હરાજીમાં ખેડૂતો સારા ભાવ મળ્યા હતા. જેમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. તેમજ લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2000 થી 3800 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

અરેરાટીભર્યો કિસ્સો : લોખંડનો સળિયો ઘૂસી ગયેલો પગ લઈને હોસ્પિટલ પહોંચ્યો દર્દી

અન્ય રાજ્યમાંથી વેપારીઓ પણ અહીં આવી પહોંચ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જેમ કે રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે. જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પહોંચ્યા છે. અન્ય રાજ્યના વેપારીઓ અહીંના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.

રાજકોટમાં વ્યાજખોરો બન્યા બેફામ : રૂપિયાની ઉઘરાણીમાં સગીર દીકરી સાથે કર્યુ દુષ્કર્મ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More