Home> Gujarat
Advertisement
Prev
Next

મોટેરા સ્ટેડિયમના જે ગેટમાંથી ટ્રમ્પ પસાર થવાના હતાં તે અચાનક જ તૂટી પડ્યો જુઓ VIDEO 

અમદાવાદમાં થનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા મોટેરા સ્ટેડિયમની બહાર બનેલો એક ગેટ તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. કહેવાય છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના આ ગેટથી જ સ્ટેડિયમમાં દાખલ થવાના હતાં.

મોટેરા સ્ટેડિયમના જે ગેટમાંથી ટ્રમ્પ પસાર થવાના હતાં તે અચાનક જ તૂટી પડ્યો જુઓ VIDEO 

અમદાવાદ: અમદાવાદમાં થનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા મોટેરા સ્ટેડિયમની બહાર બનેલો એક ગેટ તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. કહેવાય છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના આ ગેટથી જ સ્ટેડિયમમાં દાખલ થવાના હતાં. આ અગાઉ જ શનિવારે આ ગેટ અચાનક તૂટી પડ્યો. જો કે આ ઘટના ઘટી ત્યારે ગેટ પાસે કોઈ હાજર નહતું. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસ અગાઉ તૈયારીમાં લાગેલા અધિકારીઓએ હવે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

VIDEO: મોદી-ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર, 9 નહીં 22 કિમીનો જ રહેશે રોડ શો

વાત જાણે એમ છે કે અમદાવાદના જે મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી લોકોને સંબોધિત કરવાના છે તેમાં પ્રવેશ માટે અનેક ગેટ બનાવવામાં આવ્યાં છે. ગેટ નંબર 3થી અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનો કાફલો અંદર દાખલ થવાનો હતો. અધિકારીઓએ આ માટે અહીં એક હંગામી ગેટ બનાવ્યો હતો. જે શનિવારે પૂરપાટ પવનના કારણે પડ્યો. 

VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'

વધુ વિગતો માટે જુઓ video

ગેટ તૂટી પડવાની આ ઘટનામાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી નથી. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યક્રમ અગાઉ જ આ રીતે ગેટ તૂટી પડવા મુદ્દે પ્રશાસનની તૈયારીઓ પર ફરીએકવાર સવાલ ઉઠ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કાર્યક્રમ માટે અહીં ફુલપ્રૂફ વ્યવસ્થાક કરવામાં આવી છે અને જે પણ ખામીઓ જોવા મળી રહી છે તેને દૂર કરાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More