Home> Gujarat
Advertisement
Prev
Next

તાપીમાં બુટલેગરો બેફામ, પોલીસકર્મી પર કેરોસીન છાંટી આગચંપી કરી

તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેખોફ, બુટલેગરે તપાસમાં ગયેલ પોલીસ કર્મીની કારને આગતો ચાપી, બાદ પોલીસ જમાદાર પર કેરોસીન છાંટીને સળગાવી દઈ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો, ઘટનાની જાણ થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

તાપીમાં બુટલેગરો બેફામ, પોલીસકર્મી પર કેરોસીન છાંટી આગચંપી કરી

ઝી મીડિયા, તાપી: તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેખોફ, બુટલેગરે તપાસમાં ગયેલ પોલીસ કર્મીની કારને આગતો ચાપી, બાદ પોલીસ જમાદાર પર કેરોસીન છાંટીને સળગાવી દઈ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો, ઘટનાની જાણ થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

વિચલિત કરે તેવી ઘટના તાપીના સોનગઢ ખાતે ઘટી છે, જેમાં ડીવાયએસપીની ટીમ સોનગઢના મૈયાલી ગામે બુટલેગર મુળજી ગામીતને ત્યાં રેડ કરવા ખાનગી કારમાં ગઈ હતી, દરમ્યાન કોઈ બાબતે રકઝક થતા બુટલેગર આવેશમાં આવી જઈને પહેલા પોલીસની ખાનગી વેગનઆર કારને  કેરોસીનથી સળગાવી હતી, એટલાથી સંતોષ ન થતા તેણે ડીવાયએસપી ઓફિસના જમાદાર પ્રભાતસિંહ બારીયા પર કેરોસીન છાંટી તેને આગચંપી કરી હતી, જેમાં જમાદાર પ્રભાતસિંહ ગંભીર રીતે દાઝી જતા તેને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

આ ઘટનામાં બુટલેગર પણ ઘાયલ થતા તેને પણ વ્યારા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More