Home> Gujarat
Advertisement
Prev
Next

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં જોવા મળ્યો કરંટ, વરસાદની આગાહી

દિવાળીના તહેવારની એક તરફ ઉજવણીને લઇને હર્ષોલ્લાસમાં છે ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યમાં સામન્યથી હળવા વરસાદની આગાહી કરી છે

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં જોવા મળ્યો કરંટ, વરસાદની આગાહી

હિતલ પારેખ, ગાંધીનગર: દિવાળીના તહેવારની એક તરફ ઉજવણીને લઇને હર્ષોલ્લાસમાં છે ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યમાં સામન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની પડી શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાને કારણે સંભવિત સાઈકલોનની ભીતિ સેવાઇ રહી છે. જેને લઇને વલસાડના તિથલ દરિયાકિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો:- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં NDRFની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. સંભવિત સાયક્લોનને લઇને ગુજરાત તંત્ર એલર્ટ પર છે. ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે દ્વારકાના મત્સય ઉધ્યોગ વિભાગના અધિકારીઓએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકના સાયલા, વાડિનાર, ભોગત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરાઇ છે.

આ પણ વાંચો:- કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબોને હટાવ્યા છે: અમિત શાહ

fallbacks

તો બીજી તરફ વલસાડના તિથલ દરિયાકિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાને કારણે સંભવિત સાઈકલોનની ભીતિ સેવાઇ રહી છે. સંભવિત સાઈકલોનને લઇ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં 2 એન.ડી.આર.એફની ટિમ ખડકી દેવાઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટરે માછીમારોને દરિયો ન ખેડવા ટ્વિટ કરી જમાવ્યું હતું.

આ પણ વાંચો:- જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્નર નોટીસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતો દ્વારા મગફળી અને ડાંગર સહિતના પાક તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇને ખેડૂચો ચિંતામાં આવી ગયા છે. તો બીજી તરફ તહેવારના સમયે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અમેરલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકશાની થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More