Home> Entertainment
Advertisement
Prev
Next

FILM REVIEW: ભૂમિ-તાપસીની જબરદસ્ત એક્ટિંગ, ઈમોશન્સથી ભરપૂર છે ફિલ્મ 'સાંડ કી આંખ'

ચન્દ્રો તોમરના રોલમાં ભૂમિ પેડનેકર અને પ્રકાશી તોમરની ભૂમિકામાં તાપસી પન્નુના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. ફિલ્મ સાંડ કી આંખ આજે થિયેટરોમાં રિલીઝ થઈ.

FILM REVIEW: ભૂમિ-તાપસીની જબરદસ્ત એક્ટિંગ, ઈમોશન્સથી ભરપૂર છે ફિલ્મ 'સાંડ કી આંખ'

નવી દિલ્હી: જીવનને યોગ્ય ઢબે જીવવું એટલું સરળ નથી હોતું. તેમાં અનેક અડચણો આવતી હોય છે. કેવી રીતે સ્થિતિ સંભાળવાની છે અને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવાનો છે તે વિચારતા વિચારતા અને આખરી પડાવ સુધી આવી જતા તો તમારા જીવનના અનેક સુંદર પળો પણ પસાર થઈ જાય છે. પરંતુ એક સમય એવો પણ આવે છે જ્યારે એ સુંદર પળ જીવવા માટે સમય તમને ફરીથી તક આપે છે અને ખુબ આનંદ આપે છે. આ જ તથ્ય પર આધારિત છે ઉત્તર પ્રદેશના બાગપતના જોહરી ગામની બે શૂટર દાદીઓ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરની સાચી વાર્તા, જેને મોટા પડદે ફિલ્મ 'સાંડ કી આંખ'માં વર્ણવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન તુષાર હીરાનંદાનીએ કર્યું છે.

આમ તો તમે અનેક જગ્યાએ ચન્દ્રો અને પ્રકાશી તોમરની વાર્તા સાંભળી હશે અને વાંચ્યુ હશે પરંતુ હવે સમય આવી ગયો છે તેમને જોવાનો. ચન્દ્રો તોમરના રોલમાં ભૂમિ પેડનેકર અને પ્રકાશી તોમરની ભૂમિકામાં તાપસી પન્નુના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. ફિલ્મ સાંડ કી આંખ આજે થિયેટરોમાં રિલીઝ થઈ. આ ઉપરાંત ફિલ્મમાં પ્રકાશ ઝા, વિનીતકુમાર સિંહ  અને પવન ચોપડાની પણ મહત્વની  ભૂમિકાઓ છે. 

હવે વાત કરીએ ફિલ્મની...તો બાગપતના જોહર ગામમાં તોમર પરિવારની વહુઓ ચન્દ્રો અને પ્રકાશી તોમર... કે જે પોતાની જીંદગીમાં ઘરના કામ કરવા, ખાવાનું બનાવવાનું, પતિની સેવા કરવાની, ખેતરો સંભાળવાના અને ભટ્ટીમાં કામ કરવા ઉપરાંત કઈં ખાસ ઉકાળી શકી નથી. પરંતુ તેમણે એક કામ જરૂર કર્યું અને તે હતું સપના જોયા. સપના પણ એવા કે બાકીની વધેલી જીંદગી એક નવા રસ્તે દોડી પડી. જીવનના 60 વરષ આ રીતે જીવ્યા બાદ ચન્દ્રો અને પ્રકાશીને અચાનક પોતાની શૂટિંગ ટેલેન્ટ અંગે ખબર પડે છે. 

પછી બંને કઈક કરી બતાવવા માંગે છે. બંને શુટિંગમાં પોતાનું નામ કરવા માંગે છે. બંને શૂટર બનવાના સપના જોવા લાગે છે પરંતુ આ બંને દાદીઓ સામે એક કે બે નહીં પરંતુ અનેક પડકારો ઊભા થઈ જાય છે. તેમાંથી સૌથી મોટો પડકાર હતો શૂટિંગની ટ્રેનિંગ લેવી અને ટુર્નામેન્ટમાં જઈને રમવું. જે મહિલાઓ ક્યારેય પોતાના ઘરની  બહાર પુરુષો વગર નીકળી જ નહોય...તેમના માટે આ બધુ પાર પાડવું કેટલું મુશ્કેલ બની શકે. આવામાં બંનેએ કેવી રીતે પોતાના સપના પૂરા કર્યાં અને દેશની બાકીની મહિલાઓ માટે એક મિસાલ અને પ્રેરણા પૂરી પાડી તે જાણવા માટે તમારે આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવી જ રહી. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More