Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના હીરાના વેપાર પર છવાયા સંકટના વાદળો, ખાસ વાંચો અહેવાલ 

2008ની મંદી બાદ 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે હીરાના કારખાનાઓમાં વેકેશન આગળ વધારવું પડ્યું હોય. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીના પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાર લાખથી વધુ હીરા કારીગરોની નોકરી ગઈ છે. બચેલા કેટલાક કારખાનાઓમાં પણ સ્થિતિ એવી બની છે કે વેકેશન આગળ ધપાવવું પડ્યું છે.  

ગુજરાતના હીરાના વેપાર પર છવાયા સંકટના વાદળો, ખાસ વાંચો અહેવાલ 

કેતન જોશી, અમદાવાદ: 2008ની મંદી બાદ 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે હીરાના કારખાનાઓમાં વેકેશન આગળ વધારવું પડ્યું હોય. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીના પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાર લાખથી વધુ હીરા કારીગરોની નોકરી ગઈ છે. બચેલા કેટલાક કારખાનાઓમાં પણ સ્થિતિ એવી બની છે કે વેકેશન આગળ ધપાવવું પડ્યું છે.  

ગુજરાત રફ ડાયમન્ડને પોલીશ કરવાનું દુનિયાનું એક મુખ્ય હબ છે પરંતુ હવે આ ઉદ્યોગ ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. મોટાભાગના કારખાના બંધ થયા છે, એટલું જ નહીં જે ચાલે છે તેમાં પણ લાંબી રજાઓ જોવા મળી રહી છે. 

વાત જાણે એમ છે કે હીરાના કારખાનાઓમાં દીવાળી વેકેશન 28 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી હતું. પરંતુ 3 ડિસેમ્બર વીતી ગઈ છતાં કારખાનાઓમાં તાળા લટકેલા જોવા મળી રહ્યાં છે. કહેવાય છે કે રજાઓ 10 ડિસેમ્બરથી પણ આગળ વધી શકે છે. આટલી લાંબી રજાઓ છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે હીરાના કારીગરોને બોનસ ન મળ્યું હોય. 

ગગડી રહેલા રૂપિયાની અસર
વિવેકાનંદ ડાયમન્ડ એસોસિએશનના ઉપપ્રમુખ જિતુભાઈ મોરડિયાએ હીરા કારખાનાઓની બદહાલી પાછળ અનેક કારણ ગણાવ્યાં છે. કહેવાય છે કે વૈશ્વિક સ્તર પર હીરાની માગણી ઓછી થઈ છે. આ ઉપરાંત એક રફ ડાયમન્ડની ખરીદી 21થી 50 ડોલરમાં થતી હતી. જે હવે ઘટીને 17થી 40 ડોલર પર પહોંચી છે. આ ઉપરાંત પોલીશ ડાઈમન્ડના ભાવ પ્રતિ કેરેટ 266 થી 350 ડોલર  રહેતો હતો જે ઘટીને 200થી 250 ડોલર પ્રતિ કેરેટ પહોંચ્યો છે. ડોલરની વધતી ઘટતી કિંમતોના કારણે હીરાના વેપારને ખુબ નુકસાન થયું છે. 

હીરાના વેપારીઓ કહે છે કે આખા ભારતમાં હીરા ખરીદી માટે જે મિડલ મેન હોય છે તેઓ હીરા લઈને જતા રહ્યાં છે અને તેમની પાસે લગભગ 2000 કરોડના હીરાની ચૂકવણી લટકી છે. સ્થાનિક માર્કેટમાં હીરાના ઉદ્યોગને હજુ ઘરેલુ ઉદ્યોગનો દરજ્જો મળ્યો નથી. જેના કારણે ઘરેલુ ઉદ્યોગના લાભ પણ મળી શકતા નથી. આ બધા કારણોસર આ વખતે હીરાના વેપારમાં વેકેશન લંબાઈ ગયું છે. 

જીડીપીમાં 7 ટકા યોગદાન
ભારતના જીડીપીમાં હીરા ઉદ્યોગની ભાગીદારી 7 ટકા છે. મર્ચન્ટ એક્સપર્ટમાં 15ટકાની ભાગીદારી છે. આખી દુનિયામાં પોલીશ ડાઈમન્ડમાં 75 ટકા માર્કેટ ભાગીદારી ભારતની છે. અહીંથી વાર્ષિક બે લાખ કરોડના હીરા એક્સપોર્ટ ઈમ્પોર્ટ થાય છે. આખા દેશમાં 5 લાખ જ્વેલરી શોપ છે અને 2 લાખ  હીરા કારખાના છે. હીરાના કારખાનાઓથી લગભગ 46 લાખ લોકો પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. 

30 હજાર કારખાના બંધ
આ વર્ષ ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં મંદીના પગલે 30 હજાર કારખાના બંધ થયેલા છે અને ચાર લાખ કારીગરો બેકાર થયા છે. આ હાલાતમાં હીરા કારોબાર સાથે જોડાયેલા લોકોની સામે રોજીરોટીનું સંકટ પેદા થઈ ગયું છે. એક ગરીબ કારીગર મહાવીર રાઠોડે જણાવ્યું કે હીરાના કારોબાર પર મંદીની અસર પડતા તેની અસર ઘર પર પડી રહી છે. સ્થિતિ એવી છે કે બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વૈશ્ચિક સ્તર પર માગણી નહીં હોવા છતા જે મોટા ટ્રેડર છે, તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાંથી રફ ડાયમન્ડ ખરીદે છે અને સ્થાનિક વેપારીઓને 5થી 10 ટકા વધુ પ્રિમિયમ પર વસૂલ કરીને વેચી રહ્યાં છે. 

(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More