Home> Gujarat
Advertisement
Prev
Next

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રોડની ખસ્તા હાલતના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દ્વારકાના ધ્રેવાડ નજીક ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત

રાજકોટ : રાજ્યમાં અકસ્માતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રોડની ખસ્તા હાલતના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દ્વારકાના ધ્રેવાડ નજીક ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

લવ જેહાદ વિરુદ્ધ ગુજરાતમાં પણ આવે કાયદો, આ દુષણ રાજ્યમાં વધી રહ્યું છે: શૈલેષ મહેતા

અકસ્માત બાદ ગાડીમાં બેઠેલા લોકોને ગાડીના પતરા કાપવા પડે તેવી સ્થિતી પેદા થઇ હતી. ગાડીમાં બેઠેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ગાડીમાં બેઠેલા તમામ લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ટ્રકની નંબર પ્લેટના આધારે વધારે તપાસ આદરી છે. જ્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

હજારોની ભીડ ભેગી કરીને ભાજપના નેતાએ પૌત્રીની સગાઈ કરી

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના બિસ્માર રોડના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. જેના કારણે સ્થાનિકોની લાંબા સમયથી માંગ છે કે માર્ગોનું સમારકામ યોગ્ય રીતે થાય તે ખુબ જ જરૂરી છે. જો કે તંત્ર દ્વારા આ અંગે કોઇ જ કાર્યાહી થતી નથી. ભાવનગર- સોમનાથ કોસ્ટલ હાઇવેના નામે ચાલુ કરવામાં આવેલી કાર્યવાહી છેલ્લા 3 વર્ષથી રોડ એટલા બિસ્માર બન્યા છે કે રોડ ક્યાં છે તે શોધવું પણ મુશ્કેલ બન્યું છે. સમગ્ર માર્ગ પર એટલા ખાડા છે કે તેના કરતા તો કાચા કેડા પણ સારા હોય તેવો સ્થાનિકોનો મત છે. જે ધુળ ઉડે છે તેના કારણે હવાનું પ્રદૂષણ પણ ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More