Home> Gujarat
Advertisement
Prev
Next

દક્ષિણમાં ડાંગરનું મબલખ ઉત્પાદન થતા જ વેપારીઓ ખેડૂતોનું શોષણ શરૂ કર્યું

દક્ષિણમાં ડાંગરનું મબલખ ઉત્પાદન થતા જ વેપારીઓ ખેડૂતોનું શોષણ શરૂ કર્યું
Updated: Dec 01, 2020, 04:56 PM IST

- સહકારી મંડળીઓમાં ૧૦ લાખ ગુણીનો સ્ટોક થયો
- જો કે વેપારીઓએ પાણીના ભાવે ડાંગરની માંગણી કરી

- વેપારીઓ જે ભાવે માંગ કરી રહ્યા છે તે ખેડૂતોને કોઇ સ્થિતીમાં પોસાય નહી
- મંડળી સંચાલકોની પણ ચિંતા વધી : ગયા વરસ કરતા વધુ ડાંગરનું થયું ઉત્પાદન

સુરત : દક્ષીણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો સોથી વધુ પાક લેવામાં આવતો હોય છે, ત્યારે સુરતના ઓલપાડમાં ગયા વરસ કરતા ચાલુ વરસે સોથી વધુ ડાંગરનું ઉત્પાદન થતા ઓલપાડ અને ચોર્યાસીની મંડળીઓમાં ૧૦ લાખ ડાંગરની ગુણીનો સ્ટોક થયો છે. વેપારીઓ ઓછા ભાવે ડાંગર માંગતા મંડળીમાં થયો ડાંગરનો સ્ટોક અને આ સ્ટોકના કારણે મંડળી સંચાલકો અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

રાજકોટ આગકાંડમાં SCએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢીને કહ્યું, હકીકત ન છુપાવો

ઓલપાડ તાલુકા મથકે આવેલી સોશક કોટન મંડળી, અસ્નાદ કોટન મંડળી,ઓલપાડ કોટન મંડળી ,જહાંગીરપુરા કોટન મંડળી અને પાલ કોટન મંડળીના ગોદાઉનમાં લાખો ગુણી ડાંગરનો સ્ટોક થયો છે .હજી ગયા વરસનો અંદાજે ૩૦ હજાર ગુણી નો સ્ટોક હજી ગોદાઉનમાં પડ્યો છે અને ચાલુ વરસે ચાર કોટન મંડળી થઇ ૨.૭૨ લાખ ડાંગરની ગુણીનો સ્ટોક પડ્યો છે.અને વેપારીઓ ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ડાંગર ની માંગણી કરતા ઓલપાડની ચાર મંડળીમાં ડાંગરનો સ્ટોક પડ્યો છે. સહકારી મંડળીના આગેવાનની વાત માનીએ તો ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની નવ  મંડળીઓ માં આશરે દસ લાખ ગુણી ચોમાસું ડાંગરની આવક થઇ છે જેમાંથી માત્ર બે લાખ ગુણીનું વેચાણ થવા પામ્યું છે જેના કારને જગતના તાત ની ચિંતા વધી છે.

24 કલાકની અંદર જ રાજકોટ આગકાંડમાં 3 તબીબોની ધરપકડ બાદ જામીન મંજૂર

દક્ષીણ ગુજરાતમાં ઓલપાડ તાલુકામાં સોથી વધુ ડાંગરની ખેતી કરવામાં આવે છે. ગયા વરસ કરતા આ વરસે રેકોર્ડ બ્રેક ડાંગરનો પાક થયો છે, અને આ ડાંગરનો પાક ઓલપાડની સહકારી, મંડળીઓમાં સ્ટોક પડ્યો છે. સામાન્ય રીતે તો મંડળીમાં ડાંગરના પાકની આવક ચાલુ થાય એટલે લેવાલી પણ શરુ થઇ જાય છે પરંતુ ચાલુ વરસે પુષ્કળ પ્રમાણમાં ડાંગરનો પાકનું ઉત્પાદન થયું છે. પરંતુ આ વરસે બફર સ્ટોક વધુ અને લેવાલી નહી નીકળતા સહકારી મંડળીના સંચાલકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂત આશા રાખી બેઠો છે કે, સરકાર દ્વારા જે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ ભાવ મળવો જોઈએ પરંતુ ઓલપાડ તાલુકામાં ટેકાના ભાવનું કોઈ સેન્ટર નહી હોવાથી ખેડૂતો આ વરસે સારા ઉત્પાદન પછી પણ સારા ભાવ નહી મળવાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. 

હજારોની ભીડ ભેગી કરીને ભાજપના નેતાએ પૌત્રીની સગાઈ કરી

ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની નવ જેટલી મંડળી આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને છે પરંતુ છેલ્લા બે ત્રણ વરસથી ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય બની રહી છે ગત વરસોમાં ભારે વરસાદ અને માવઠા ના કારણે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ ચાલુ વરસે સારું ઉત્પાદન મળ્યા પછી પણ સારા ભાવ નહી મળે તો બિચારો ખેડૂત ક્યાં જાય રાજ્ય અને કેન્દ્ર સરકારે કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે જો આ સરકાર ખેડૂતોની ચિંતા કરતે તો આજે હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતોએ રસ્તા પર ઉતરવું ના પડત હવે ગુજરાતના ખેડૂતો પણ સરકારની નીતિનો વિરોધ કરી રસ્તા પર ઉતરે તો નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે