Home> Gujarat
Advertisement
Prev
Next

દૂષિત પાણીના કારણે વડોદરામાં પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 723 દર્દીઓ દાખલ

વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કોર્પોરેશને દૂષિત પાણીનું વિતરણ કરતા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો ફાટી નીકળતા વડોદરાની ચેપી રોગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. કારેલીબાગ સ્થિત ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. આ તમામ પ્રકારના રોગ માટે પાણી જન્ય રોગ જ જવાબદાર છે. 
 

દૂષિત પાણીના કારણે વડોદરામાં પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 723 દર્દીઓ દાખલ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કોર્પોરેશને દૂષિત પાણીનું વિતરણ કરતા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો ફાટી નીકળતા વડોદરાની ચેપી રોગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. કારેલીબાગ સ્થિત ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. આ તમામ પ્રકારના રોગ માટે પાણી જન્ય રોગ જ જવાબદાર છે. 

5 લાખ લોકો 6 મહિનાથી પીવે છે દૂષિત પાણી
કોર્પોરેશને 5 લાખ લોકોને છેલ્લા છ માસથી દૂષિત પાણીનું વિતરણ કરતા લોકોને કમળો, ઝાડા ઉલટીના રોગ થયા છે. જેથી લોકો સારવાર માટે ચેપી રોગની હોસ્પિટલમાં આવી રહ્યા છે. રોજના હોસ્પિટલમાં 150 થી 200 દર્દીઓ સારવાર લેતા હોવાથી દર્દીઓને કલાકો સુધી સારવાર માટે રાહ જોવી પડી રહી છે. ચેપી રોગના તબીબ પ્રિતેશ શાહ કહે છે કે, નિમેટામાંથી દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોને પાણીજન્ય રોગ થઈ રહ્યા છે.

કચરાને ‘બેસ્ટ’ બનાવવા રાજ્યમાં પ્રથમવાર વડોદરા રેલવેએ શરૂ કર્યો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન

મે મહિનામાં ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 

  • 1 મે - 123 દર્દી 
  • 2 મે- 101 દર્દી 
  • 3 મે - 121 દર્દી 
  • 4 મે - 57 દર્દી 
  • 5 મે - 148 દર્દી 
  • 7 મે - 51 દર્દી 
  • 8 મે- 100 દર્દી 
  • કુલ - 727 દર્દીઓ 

ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ દૂષિત પાણીથી હેરાન પરેશાન છે. દૂષિત પાણી આવતું હોવાથી લોકોને મજબુરીમાં પીવુ પડે છે જેથી લોકો કમળા, ઝાડા ઉલટીના રોગમાં સપડાય છે. લોકો કોર્પોરેશન પાસેથી ચોખ્ખુ પાણી આપવા વિનંતી કરી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More