Home> Entertainment
Advertisement
Prev
Next

Viral થયો રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વીડિયો, મિત્રએ કહી આ વાત

અયાન મુખર્જીએ રણબીર કપૂરનો શિવ સેશન્સ પ્રેક્ટિસ કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે પોતાના રોલની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. 

Viral થયો રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વીડિયો, મિત્રએ કહી આ વાત

નવી દિલ્હીઃ બોલીવુડના લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિયા સતત ચર્ચામાં રહે છે. હાલમાં બંન્ને 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ માટે બર્લિન ગયા છે. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ રણબીર કપૂરને 'શિવ સેશન્સ'ની પ્રેક્ટિસ કરાવતો વીડિયો શેર કર્યો છે. તેમાં તે પોતાના રોલની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ પણ પોતાના ફોનમાં વીડિયો બનાવતી નજરે પડી રહી છે. 

અયાને પોસ્ટ કરતા લખ્યું કે શિવ સેશન્સ. ગત શનિવાર, બર્લિન. અમારા આગામી શૂટિંગ માટે તૈયારી.. એક વાર ફરી. ઈડોના અભ્યાસ સત્રની સાથે અમારા વીકેન્ડની ખાસ ક્ષણ. 

આ વીડિયોમાં રણવીર એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો છે. જ્યારે આલિયા ખુણામાં ઉભી રહીને પોતાના ફોનમાં વીડિયો બનાવી રહી છે. બ્રહ્માસ્ત્રમાં રણબીર શિવની ભૂમિકા નિભાવી રહ્યો છે, જ્યારે આલિયા ઈશાની ભૂમિકામાં જોવા મળશે. મહત્વનું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ આગળ વધી ગઈ છે. હવે આ ફિલ્મ આગામી વર્ષે સમરમાં રિલીઝ થશે. આ પહેલા આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More