Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Vaccine લીધી હશે તો આ યુનિવર્સિટી આપશે 5 માર્ક્સનું ગ્રેસિંગ

વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષા (Internal exam) માં નાપાસ થયો હશે અને રસી લીધી હશે તો પણ ગ્રેસિંગનો લાભ મળશે.

Corona Vaccine લીધી હશે તો આ યુનિવર્સિટી આપશે 5 માર્ક્સનું ગ્રેસિંગ

નવનીત દલવાડી, ભાવનગર: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના સામે લડવા માટે વેક્સીન એકમાત્ર હથિયાર છે. ત્યારે યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University) કોરોનાની રસી (Corona Vaccine) લેનાર વિદ્યાર્થીને 5 માર્કનું ગ્રેસિંગ (Greasing) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષા (Internal exam) માં નાપાસ થયો હશે અને રસી લીધી હશે તો પણ ગ્રેસિંગનો લાભ મળશે.

Yoga and Naturopathy ની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. (Maharaja Krishnakumarsinhji Bhavnagar University) માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષા (Internal exam) માં નાપાસ થયા હોય અને કોરોનાની રસી લીધી હોય તો તેવા વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રની સાથેની અરજી નિયામકને આપવાની રહેશે. કોરોનાની રસીનું પ્રમાણપત્ર હશે તેને જ ગ્રેસિંગમાં પાંચ માર્ક્સનો લાભ આપવામાં આવશે. 2013 પછીના વિદ્યાર્થીની પરીક્ષા લેવા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

Ayurveda ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા ITRA અને ગુજરાત સરકાર વચ્ચે થયા M.O.U

વર્ષ 2013 પછીના કિસ્સામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા લેવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. એપ્રેન્ટિસની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું સીલબંધ કવર પણ ખોલવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ. (Gujarat Sports University) તેમજ અન્ય નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે એમઓયુ (MOU) કરવા માટે ત્રણ સભ્યની કમિટિની રચના કરવામાં આવી હતી.

જેમાં કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ કેરી ફોરવર્ડ કરવાના લીધેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. તેમજ ટાટમ કોલેજમાં બીસીએ નો અભ્યાસક્રમ બંધ કરવાની રજૂઆત ને મંજૂર કરવામાં આવી હતી. સાથે યુનિ.માં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓ આદાનપ્રદાન કરી શકે એ હેતુથી એલ્યુમ્ની એસોસિયેશનને સક્રિય કરવા બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More