Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ યુવા મોરચામાં ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન, નેશનલ ટીમમાં કોઈને સ્થાન ન અપાયું

ભાજપ યુવા મોરચામાં ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન, નેશનલ ટીમમાં કોઈને સ્થાન ન અપાયું
  • 14 વર્ષ બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાના નેતાને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા ન મળી
  • કેન્દ્રીય સ્તરે ગુજરાતનો દબદબો વધવા છતાં યુવા મોરચામાં કોઈ નેતાને સ્થાન ન મળ્યું  

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની ટીમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ આગેવાનને સ્થાન ન મળ્યું. સામાન્ય રીતે ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ એક હોદ્દેદારને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતું રહ્યું છે. વર્ષ 2007 બાદ પહેલીવાર આ વખતે ગુજરાત ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો કે આગેવાનોનો સમાવેશ થયો નથી.

ગુજરાત યુવા મોરચાની ટીમ અત્યાર સુધી સૌથી સક્રિય અને મજબૂત ટીમ રહી છે. જેમાંથી પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ ઉભું થયું છે. સંગઠનની બાબતમાં ગુજરાત ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વખતે ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં  ગુજરાતની અવગણના ચર્ચાનો વિષય બની છે. આ વખતે ગુજરાતના કોઈ ચેહરાને સ્થાન મળે તેની શક્યતાઓ વધુ હતી. કારણ કે અત્યારે અન્ય મોરચાઓમાં ગુજરાતના હોદ્દેદારોને મહત્વની જવાબદારી મળી છે અને સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ મંત્રીઓ વધ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ : પાલડી પોલીસ સ્ટેશનમાં રાઈટરે લમણે ગોળી મારીને આત્મહત્યા કરી 

વર્ષ 2007 માં અમિત ઠાકર ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ સતત દરેક ટર્મમાં ગુજરાતના આગેવાનોને સ્થાન મળ્યું છે. જેમાં ધ્વનિ શર્મા, સુરેશ વઘાસિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. છેલ્લી 2 ટર્મથી હર્ષ સંઘવી રાષ્ટ્રીય ટીમમાં હતા. 1 ટર્મ રાષ્ટ્રીય મહામંત્રી અને 1 ટર્મ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. આ વખતે વયમર્યાદાના કારણે તેમનો કાર્યકાળ પૂર્ણ થયો. 

આ પણ વાંચો : પિતા બન્યો હેવાન : મસ્તી કરતા 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત 

આ વખતે ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ તરીકે વરુણ ઝવેરીનો સમાવેશ થયો છે અને તેમને પોલિસી અને રિસર્ચની જવાબદારી સોંપી છે. જે સીધી રીતે રાજકીય હોદ્દો નથી. જેના કારણે આ ચર્ચા ઉઠી છે કે આ વખતે ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ હોદ્દેદારને રાષ્ટ્રીય ટીમમાં કેમ જગ્યા ન મળી. શું ગુજરાત ભાજપ યુવા મોરચાને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય ચહેરો ન મળ્યો કે પછી અન્ય કોઈ કારણ છે. યુવા મોરચાની જૂની ટીમમાંથી ઘણા ચહેરાઓને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળવાની આશા હતી, જેના પર હાલ તો પાણી ફરી વળ્યું છે અને સાથે જ તેમના રાજકીય ભવિષ્ય પર પણ બ્રેક લાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More