Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસ શરૂ કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારી, 18 જૂનથી ચારેય ઝોનમાં યોજશે બેઠક

ગુજરાતમાં વર્ષોથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી 18 જૂનથી કોંગ્રેસ ગુજરાતના ચારેય ઝોનમાં બેઠક યોજશે. 

કોંગ્રેસ શરૂ કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારી, 18 જૂનથી ચારેય ઝોનમાં યોજશે બેઠક

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કોંગ્રેસ પાર્ટી પોતાની તૈયારી શરૂ કરવા જઈ રહી છે. 18 જૂનથી કોંગ્રેસના આગેવાનો ચારેય ઝોનમાં બેઠક કરવાના છે. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતાઓની આગેવાનીમાં આ બેઠક યોજાશે.  

પ્રાપ્ત માહિતી અનુસાર 18 જૂને દક્ષિણ ગુજરાત, 19 જૂને મધ્ય ગુજરાત, 21 તારીખે ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં તમામ સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ સાથે આ બેઠક યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પર વિશેષ ધ્યાન આપવા માટે ખાસ રણનીતિ બનાવી છે. આ બેઠકમાં સંગઠનને સોંપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો

પક્ષ સાથે વધુ લોકોને જોડાવાનો પ્રયાસ
વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવી કામ કરી રહ્યુ છે. હવે 18 જૂનથી કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં બેઠકો શરૂ કરવાની છે. આ બેઠકમાં વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાઈ તેની પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More