Home> India
Advertisement
Prev
Next

Trending News: સારી એવી નોકરી છોડી ગધેડા ઉછેરનો ચસ્કો લાગ્યો, હવે લાખોમાં થાય છે કમાણી

અહીં તમને એક એવા યુવકની વાત કરીશું કે જેણે મોટી મલ્ટીનેશનલ કંપનીની નોકરી માત્ર એટલા માટે છોડી દીધી કારણ કે તે ગધેડા ઉછેરવા માંગતો હતો. જ્યારે તેણે આ કામ કર્યું તો તેના પરિવાર અન મિત્રોએ તેની મજાક પણ ઉડાવી પરંતુ આમ છતાં તે અડગ રહ્યો અને હવે તેનો આ નિર્ણય ધીરે ધીરે સાચો સાબિત થઈ રહ્યો છે.

Trending News: સારી એવી નોકરી છોડી ગધેડા ઉછેરનો ચસ્કો લાગ્યો, હવે લાખોમાં થાય છે કમાણી

Latest Viral News: ખુબ ભણેલા ગણેલા લોકોના એવા અરમાનો હોય છે કે એવી નોકરી કરવી જોઈએ કે જેનાથી વધુમાં વધુ કમાણી થાય અને પ્રસિદ્ધિ પણ મળે. જે વિદ્યાર્થી બહુ ભણેલા ગણેલા ન હોય કે અભ્યાસમા નબળા હોય તેમની લોકો મજાકમાં ગધેડા સાથે સરખામણી પણ કરી નાખતા હોય છે. પરંતુ અહીં તમને એક એવા યુવકની વાત કરીશું કે જેણે મોટી મલ્ટીનેશનલ કંપનીની નોકરી માત્ર એટલા માટે છોડી દીધી કારણ કે તે ગધેડા ઉછેરવા માંગતો હતો. જ્યારે તેણે આ કામ કર્યું તો તેના પરિવાર અન મિત્રોએ તેની મજાક પણ ઉડાવી પરંતુ આમ છતાં તે અડગ રહ્યો અને હવે તેનો આ નિર્ણય ધીરે ધીરે સાચો સાબિત થઈ રહ્યો છે. નોકરી કરતા પણ વધુ કમાણી તે આ કામમાં કરે છે. 

કર્ણાટકમાં રહેતા શ્રીનિવાસ ગૌડાની ઉંમર 42 વર્ષ છે. ગ્રેજ્યુએશન બાદ શ્રીનિવાસ ગૌડાએ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી શરૂ કરી. વર્ષ 2020માં તેણે નોકરી છોડી દીધી અને ઈરા ગામમાં લગભગ 2.3 એકરના પ્લોટમાં ગધેડા ઉછેરવાનું કામ કાજ શરૂ કર્યું. ઘરના લોકોએ ખુબ ના પાડી પરંતુ તે ન માન્યો. તેણે 20 ગધેડાથી તેની શરૂઆત કરી. મિત્રો અને જાણકારોએ જ્યારે આ સાંભળ્યું તો ખુબ મજાક ઉડાવી. પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. ગધેડાને ઉછેરતો રહ્યો. 

શ્રીનિવાસ કહે છે કે હવે તેણે દક્ષિણ કન્નડ જિલ્લાના એક ગામમાં પોતાનું ફાર્મ ખોલ્યું છે. કર્ણાટકમાં આ પ્રકારે ફાર્મની શરૂઆત પહેલીવાર થઈ છે. શ્રીનિવાસ કહે છે કે તેણે આ કામ પૂરા રિસર્ચ સાથે શરૂ કર્યું છે. જેને કોઈ સામાન્ય માણસ સમજી શકે નહીં. તેણે જણાવ્યું કે ગધેડીના દૂધમાં અનેક ખુબીઓ હોય છે. જેના કારણે તેની ખુબ ડિમાન્ડ હોય છે. 

તેણે વધુમાં કહ્યું કે ગધેડીના 30 મિલીલીટર દૂધની કિંમત 150 રૂપિયા સુધી હોય છે. બ્યૂટી પ્રોડક્ટ બનાવનારી કંપનીઓને તેની  ખુબ જરૂર હોય છે. તેના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 17 લાખ રૂપિયાના ઓર્ડર આવી ચૂક્યા છે. તે જલદી ગધેડીના દૂધનું સીધુ વેચાણ કરવાનો છે. મોલ્સ,  દુકાનો અને સુપરમાર્કેટમાં પણ તેની સપ્લાય કરશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More