Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના કાપોદરામાં ડાયમંડ સ્કૂલનો સ્લેબ પડ્યો, જર્જરિત સ્લેબ અચાનક પડતાં બે લોકોના મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાસાઈ થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કુલ આવેલી છે.

સુરતના કાપોદરામાં ડાયમંડ સ્કૂલનો સ્લેબ પડ્યો, જર્જરિત સ્લેબ અચાનક પડતાં બે લોકોના મોત

પ્રશાંત ઢીવરે/સુરત: કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કેમ્પસમાં આવેલી ડાયમંડ ગર્લ્સ સ્કુલમાં ગેટના છતનો ભાગ ધરાસાઈ થવાની ઘટના સામે આવી હતી. શાળાના ગેટ ને ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક સ્લેબ ધરાસાઈ થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા. જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.જ્યારે એક સામન્ય ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ બન્યા બાદ શાળાના આગેવાનો સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 

શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાસાઈ થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કુલ આવેલી છે. આ શાળાના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરો ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી.આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

ગુજરાતની આ શાળાએ વિદ્યાર્થીઓને સાથે લઈને કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો?

સ્કુલમાં ગેટના સમારકામ દરમ્યાન સ્લેબ ધરાશાહી થવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. તાત્કાલિક બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાટમાળ હટાવીને સ્લેબ નીચે દબાયેલા 3 શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું અને 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા બે શ્રમિકોના મોત થાય હતા. અન્ય એક મજૂરનું પગ સ્લેબ નીચે દટાઈ જતા ઇજાગ્રસ્ત થયો છે. 

LIVE VIDEO: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, વિદેશી શરાબ અને બાઇટિંગ મળ્યા

કામદારો કાપોદ્રામાં ડાયમંડ ગર્લ્સ સ્કુલમાં ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે શાળા દ્વારા કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુ લાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયો હતો. 

સુલભ શૌચાલયને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવનાર બિંદેશ્વર પાઠકનું નિધન, PMએ આપી શ્રદ્ધાંજલિ

ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાવ્યા હતા. ત્યારે આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સુરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભર ને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.

વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી

ઉલ્લેખનીય છે કે આ કોઈ એક ઘટના નથી શહેરમાં ભૂતકાળમાં પર નવનિર્મિત બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિક કામદારો નીચે ફટકાઈ જવા થી કે સ્લેબ પડી જવાથી મોતની નિપજ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ રીતના મોટા ભાગના કામદારોને સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. જો સાધનો આપવામાં આવે તો કામદારોનો જીવ જોખમમાં જતા બચી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More