Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના વધુ એક હોદ્દેદારનું લેવાયું રાજીનામું, થોડા સમય પહેલા ગાળો ભાંડતો Video થયો હતો વાયરલ

લોકસભાની ચૂંટણી આવતા રાજનીતિક હલચલ વધી રહી છે. પાર્ટી હાલ કોઈ પણ ગેરશિસ્ત સાખી ન લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે.

ભાજપના વધુ એક હોદ્દેદારનું લેવાયું રાજીનામું, થોડા સમય પહેલા ગાળો ભાંડતો Video થયો હતો વાયરલ

લોકસભાની ચૂંટણી આવતા રાજનીતિક હલચલ વધી રહી છે. પાર્ટી હાલ કોઈ પણ ગેરશિસ્ત સાખી ન લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ દ્વારા વધુ એક હોદ્દેદારનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. ભાજપે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી મલેક ઈલિયાસનું રાજીનામુ લઇ લીધું છે.

થોડા સમય પહેલા ગાળો ભાંડતો વિડિઓ વાયરલ થયો હતો
ઈલિયાસ મલેક મૂળ વલસાડના રહેવાસી છે. અગાઉ થોડા દિવસો પહેલા કોંગ્રેસના કાર્યાલયે પહોંચી પૂર્વ સાંસદને ગાળો ભાંડી હતી. જેનો વિડિઓ વાયરલ થયો હતો. વિડીઓમાં ઈલિયાસ મલેક કોંગ્રેસની પ્રેસમાં જઈ આપશબ્દો બોલે છે.

ભાજપ પોતાની ઇમેજને લઇ સ્પષ્ટ 
ઈલિયાસ મલેક પોતે પત્રકાર હોવાનો પણ દાવો કરે છે. કોંગ્રેસની પ્રેસમાં પોતે એક સાપ્તાહિક ચલાવતા હોઈ તેઓ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમની કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે માથાકૂટ થઇ હતી. પ્રદેશ કક્ષાના મંત્રીની આવા ગાળો ભાંડતા વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પાર્ટીએ તેમને જવાબદારી મુક્ત કર્યા છે.

વધુ વિગતો માટે જુઓ વીડિયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More