Home> Gujarat
Advertisement
Prev
Next

બિન અનામત વર્ગમાં વધારે 32 જાતીઓને મળશે અનામત, આ રહી તમામ યાદી

 બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.

બિન અનામત વર્ગમાં વધારે 32 જાતીઓને મળશે અનામત, આ રહી તમામ યાદી

અમદાવાદ :  બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.

fallbacks

આ IPS અધિકારીએ માત્ર 50 રૂપિયામાં કરી CORONA ની સારવાર, લાખોમાં સારવાર કરાવતા લોકો સાવધાન
આ ઉપરાંત સરકાર દ્વારા બીજી સવલત પણ આપવામાં આવી છે. જેના અનુસાર જેમનું જુનુ ક્રિમિલેયર હશે તે માત્ર બાંહેધરી પત્રથી જ રિન્યુ ગણાશે. તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બિન ઉન્નત વર્ગ નું પ્રમાણપત્ર મેળવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો. માર્ચ 19 સુધીમાં પ્રમાણપત્ર ઉન્નત વર્ગ નું મેળવ્યું હોય જોકે કોરોના ની પરિસ્થિતિ માં તેને પૂર્ણ હો રીન્યુ ન કરાવ્યું હોય તોપણ 31 માર્ચ 2021સુધી મુદત લંબાવવાનો નિર્ણય સરકારે લીધો. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકોએ ૨૭ ટકા અનામતનો લાભ લેવા સહિતના લાભો માટે જાતિના પ્રમાણપત્ર ઉપરાંત બિન ઉન્નત વર્ગ નું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. જોકે કોરોના ની પરિસ્થિતિ ના કારણે નવેસરથી ન લીધું હોય તો પણ તેઓને 31 માર્ચ 2021 સુધી મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો.

fallbacks

GUJARAT CORONA UPDATE: નવા 1120 દર્દી, 1038 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત

બિન અનામત હિન્દુ જાતીઓનો સમાવેશ
- હિન્દુ વાલમ બ્રાહ્મણ
- ખંડેવાલ (મુળ ગુજરાતમાં સ્થાયી થયેલા)
- મોઢ વણીક, મોઢ વાણીયા
- રાયકવાળ બ્રાહ્મણ
- ખેડાવાળ બ્રાહ્મણ, બાજ ખેડાવાળ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ
- જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જ્યેષ્ઠી મલ્લ
- પુરબીયા રાજપૂત ક્ષત્રિય
- હિન્દુ અરેઠીયા
- વાવિયા
- હિન્દુ મહેતા
- મોરબીયા
- જોબનપુત્રા
-પુષ્કર્ણા બ્રાહ્મણ
- સિદ્ધરુદ્ર બ્રાહ્મણ
- સાંચીહર બ્રાહ્મણ
- પુરોહિત, રાજપુરોહિત
-માહેશ્વરી, અગ્રવાલ, (વૈષ્ણવ વણીક), અગ્રવાલ (વૈષ્ણવ વાણિયા)
- ઠક્કર
- મારૂ રાજપુત
- અમદાવાદ રાવત (રાજપૂત)

fallbacks

બિન અનામત મુસ્લિમ જાતીઓનો સમાવેશ
- કુરેશી મુસ્લીમ
- સુન્ની મુસલમાન વ્હોરા પટેલ, સુન્ની મુસલમાન
- શીયા જાફરી મોમીન જમાત, મુસલમાન મોમીન
- મોમીન, વૈદ્ય જ્ઞાતી, મોમીન સુથાર, સુથાર (મુસ્લીમ), મુમન
- ખેડવાયા મુસ્લીમ
- ચૌહાણ (મુસલમાન)
- મુસ્લીમ ખત્રી
- બુખારી
- મુસ્લિમ રાઉમા મુસ્લીમ રાયમા
- મીરઝા, બેગ
- પિંઢારા
- મુસ્લીમ વેપારી

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More