Home> Business
Advertisement
Prev
Next

નવા કર્મચારીઓને EPFOમાં મળશે લાભ, સરકારે લોન્ચ કરી યોજના

એવા કર્મચારી જેમણે ઓક્ટોબર દરમિયાન નોકરી લાગી છે. તેમના માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓ માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે જેના હેઠળ , ઓક્ટોબર અને ત્યારબાદ નોકરી મેળવનાર લોકોને કર્મચારી ભવિષ્ય નિધિ માટે સરકાર પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે. 

નવા કર્મચારીઓને EPFOમાં મળશે લાભ, સરકારે લોન્ચ કરી યોજના

નવી દિલ્હી: એવા કર્મચારી જેમણે ઓક્ટોબર દરમિયાન નોકરી લાગી છે. તેમના માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓ માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે જેના હેઠળ , ઓક્ટોબર અને ત્યારબાદ નોકરી મેળવનાર લોકોને કર્મચારી ભવિષ્ય નિધિ માટે સરકાર પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે. 

નાણામંત્રી રાજ્યમંત્રી ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી 2 વર્ષો સુધી જે કંપનીઓને આ યોજના હેઠળ લાભ આપવાની છે તેમાં 2 શ્રેણી છે. એક તો જે સંસ્થામાં 1000થી ઓછા કર્મકહરી છે તે સંસ્થાઓમાં કામ કરવા પાત્ર કર્મચારીઓના ભાગનો  EPFO કંટ્રીબ્યૂશનના કર્મચારીઓ ભાગના 12 ટકા અને કંપનીના ભાગના 12 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. એટલે કે 1000થી વધુ કર્મચારીઓની કંપનીઓના નવા કર્મચારીના ખાતામાં EPFOના 24 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવવા જઇ રહી છે. 

ઘર ખરીદનારોને મળશે દિવાળી પર ભેટ, ઘરના વેચાણ પર ટેક્સ રાહત જાહેરાત

બીજી શ્રેણીમાં એવી કંપનીઓ આવે છે જેમના ત્યાં 1000થી વધુ કર્મચારી હોય. એવી કંપનીઓમાં કેન્દ્ર સરકાર ફક્ત કર્મચારીઓના ભાગના 12 ટકા ખર્ચ ઉઠાવશે. આ પાત્ર બનવા માટે ફક્ત આધાર સાથે ઇપીએફઓ એકાઉન્ટ ખોલાવવું પડશે. આ સુવિધા 2 વર્ષ સુધી લાગૂ રહેશે. લગભગ 95 ટકા સંસ્થા તેમાં કવર થઇ જશે અને લગભગ તમામ સંગઠિત ક્ષેત્રના લોકો તેમાં લાભ ઉઠાવી શકશે. દેશના કરોડો કર્મચારીઓ તેમાં લાભ મેળવી શકશે. 

પત્રકાર પરિષદ દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અત્યાર સુધી જે પગલાં ભર્યા છે, તેમના પરિણામ સામે આવવાનું શરૂ થઇ ગયા છે, તેમણે જણાવ્યું કે ઓક્ટોબર દરમિયાન દેશમાં ઉર્જાની ખપત 12 ટકા વધી છે, જીએસટી કલેક્શન 10 ટકા વધી છે, બેંક ક્રેડિટ, રેલવે ટ્રાંસપોર્ટ વધ્યા છે અને વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે. 

બુધવારે જ સરકારે 10 સેક્ટર્સ માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક્ડ ઇન્સસેંટિવ્સ (પીએલઆઇ)ની જાહેરાત કરી છે. કોરોના સંકટથી હજુ દેશને મુક્તિ મળી નથી. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More