Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: અમરાઇવાડીને અફઘાનિસ્તાન બનાવી દેનારા યુવકોની પોલીસે ધરપકડ કરી

અમરાઇવાડીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણી અંગે પોલીસ મૌન સેવી રહી છે. ઉપરાંત હત્યા ના ગુનામા અપહરણ ની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

AHMEDABAD: અમરાઇવાડીને અફઘાનિસ્તાન બનાવી દેનારા યુવકોની પોલીસે ધરપકડ કરી

મૌલિક ધામેચા/અમદાવાદ : અમરાઇવાડીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણી અંગે પોલીસ મૌન સેવી રહી છે. ઉપરાંત હત્યા ના ગુનામા અપહરણ ની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

Corona ની સારવારનાં નામે નહી થાય ઉઘાડી લૂંટ, સરકાર દ્વારા દરેક સારવારનાં ભાવ નક્કી કરાયા

9 એપ્રિલની રાતે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોની ગેટ નંબર 7 પાસે ચંદન ગૌસ્વામી નામના યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે ગુનામાં અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે અંકિત દેસાઈ, સાહિલ દેસાઈ, જીગર દેસાઈ અને મેહુલ દેસાઈની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી યુવકને એક્ટિવા પર લઈ જઈ માર માર્યો હતો. જેમા સારવાર દરમિયાન ચંદનનું મોત નિપજ્યું હતું. જોકે આ તમામ હકીકત સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી 4 આરોપીને ઝડપી લીધા છે. જોકે હત્યા પહેલા યુવકનુ અપહરણ થયુ હોવાનુ સામે આવતા પોલીસે હત્યા ની કલમો પણ ઉમેરી છે.

SURAT: સરકાર લૉકડાઉન કરે કે ન કરે પણ ગુજરાત સહિત સુરતના ઉદ્યોગો શનિ-રવિ પાળશે સજ્જડ બંધ

પકડાયેલા આરોપીની પુછપરછ બાદ હત્યાનું કારણ સામે આવ્યુ છે. મૃતકનો પરિવાર જાહેર બેસવા બાબતે હત્યા થઈ હોવાનુ જણાવ્યુ હતું. પરંતુ આરોપી મૃતક પર ગાળો બોલવાની અને અસામાજિક પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે સાથે ચંદનની હત્યાનાં ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈના ભાઈ રામજી અને કાનજી દેસાઈની સંડોવણી અંગે આક્ષેપ હોવા છતાં પોલીસે 7 દિવસ બાદ પુછપરછ સુધ્ધા કરી નથી. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે, આરોપીને પોલીસ અધિકારીઓ છાવરી રહ્યા છે. જો કે હત્યાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ કેટલી હદે આરોપી ને મદદ કરે તે સવાલ છે.

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં મૃત્યુનો આંક 100 ની નજીક, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 8 હજારને પાર

હત્યાના ગુનામા પોલીસે 4 આરોપીની ધરપકડ તો કરી લીધી છે. પરંતુ મુખ્ય આરોપી કોણ છે તે શોધી શકી નથી. તેવામા રાજકિય વગ ધરાવતા આરોપીની સંડોવણી અંગે સતત આક્ષેપ થઈ રહ્યા છે. જોકે પોલીસ આવા આરોપી વિરુધ્ધ કોઈ પગલા લે છે  કે કાયદો રાજકીય વગ સામે પાંગળો સાબિત થાય છે. તે જોવુ મહત્વનુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More