Home> Business
Advertisement
Prev
Next

Flight માં જો તમે મુસાફરી કરવાના છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે મુસાફરોની હવાઈયાત્રા બે કલાક કરતા ઓછા સમયની હશે તેમને ફલાઈટમાં ખાવાનું પીરસવામાં આવશે નહીં

Flight માં જો તમે મુસાફરી કરવાના છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે મુસાફરોની હવાઈયાત્રા બે કલાક કરતા ઓછા સમયની હશે તેમને ફલાઈટમાં ખાવાનું પીરસવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. જાણો સરકારના નવા દિશા-નિર્દેશો

આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં નથી પ્રતિબંધ
કોરોનાના કેસ વધતા વિમાન મંત્રાલયે વિસ્તૃતમાં દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નવી ગાઈડલાઈન્સના નિયમ પ્રમાણે આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં મુસાફરોને ખાવાનું પીરસવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી. જે ડોમેસ્ટીક ફલાઈટમાં 2 કલાક કરતા વધુ સમય લાગશે તો તેમાં પણ મુસાફરોને ખાવાનું પીરસવામાં આવશે. જો 2 કલાકથી ઓછા સમયની ફલાઈટ હશે તો મુસાફરોને ખાવાનું પીરસવામાં આવશે નહીં.

આ પણ વાંચો:- અટકાવાયું ચલણી નોટોનું છાપકામ! જાણો કેમ સરકારને લેવો પડ્યો આ નિર્ણય

ફલાઈટમાં કેટલીક બાબતોનું ધ્યાન રખાશે
સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી છે કે આજુ-બાજુની સીટમાં બેસેલા મુસાફરોને વારાફરતી ખાવાનું પીરસવામાં આવશે. મુસાફરોને ડિસ્પોઝેબલ પ્લેટ અને ટ્રેમાં જ ખાવાનું પીરસવામાં આવશે જેનો ફરી ઉપયોગ કરવાનો રહેશે નહીં. સાફ કરીને કે સેનેટાઈઝ કરાય તેવી ટ્રેમાં ખાવાનું પીરસવામાં આવશે નહીં.

fallbacks

આ પણ વાંચો:- Gold Price Today: આજે 10 ગ્રામ સોના પર થશે 9200 રૂપિયાની બચત, જાણો આજના ભાવ

કોફીથી લઈને શરાબ સુધીની વસ્તુઓ ડિસ્પોઝેબલમાં અપાશે
સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની ગાઈડલાઈન મુજબ દરેક શ્રેણી (ECONOMY OR BUSINESS) માં ચા, કોફી, પાણી, શરાબ કે કોફી સહિતની વસ્તુઓ ડિસ્પોઝેબલ કેન, બોટલ કે ગ્લાસમાં આપવામાં આવશે. મુસાફરો ફરી એ ગ્લાસનો ઉપયોગ કરી શકશે નહીં. ડિસ્પોઝેલ વસ્તુઓમાં ખાવાનું પીરસ્યા બાદ કે ડ્રિંક સર્વ કર્યા પછી ક્રૂ મેમ્બરોએ કચરો ભેગો કરવો પડશે. ભોજન પીરસ્યા બાદ ક્રૂ મેમ્બર્સે હાથમાં નવા મોજા પહેરવાના રહેશે. ફલાઈટ ઉડાન ભરે તે પહેલા મુસાફરોને ફરજિયાતપણે આ સૂચનાઓ આપવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More