Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ચોરોએ હદ વટાવી! સોનું-ચાંદી છોડી હવે લસણ-જીરુંની કરી ચોરી, આટલાનું કર્યું!

વર્તમાન સમયમાં ચોરીની ઘટનામાં તસ્કરો જે હાથમાં આવે તેની ચોરી કરતા હોય છે. તેવામાં ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા જાતે પટેલ (44)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમાં ચોરોએ હદ વટાવી! સોનું-ચાંદી છોડી હવે લસણ-જીરુંની કરી ચોરી, આટલાનું કર્યું!
Updated: May 11, 2024, 07:00 PM IST

હિમાશું ભટ્ટ/મોરબી: ટંકારાના સખપર ગામે મકાન પાસે બંધ વાડાના મકાનમાંથી જીરૂના 36 અને લસણના 11 કોથળાની ચોરી કરવામાં આવી હતી. જેથી 4,12,500 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પાંચ આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી 10.12 લાખનો મુદામાલ કબજે કરેલ છે અને બોલેરો ગાડીના હપ્તા ચડી ગયા હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા

વર્તમાન સમયમાં ચોરીની ઘટનામાં તસ્કરો જે હાથમાં આવે તેની ચોરી કરતા હોય છે. તેવામાં ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા જાતે પટેલ (44)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી યુવાને તેના ઘર પાસે આવેલ વાડામાં બંધ મકાનમાં જીરુંના 36 કોથળા જેમાં 75 મણ જીરૂનો જથ્થો તેમજ લસણના 11 કોથળા જેમાં 30 મણ લસણનો જથ્થો હતો. 

મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, રાદડિયાએ કયા નેતાઓને ઝાટકી લીધા; વધી મુશ્કેલી

આ લસણ અને જીરું ભરેલા કોથળાની ચોરી કરવામાં આવે છે. જેથી કરીને 4,12,500ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓ ચોરી કરેલ જીરૂનો જથ્થો આરોપીઓ ઉંઝામાં જઇને વેંચી નાખ્યુ હતું. જો કે, પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદામાલ કબજે કરેલ છે. 

અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!

ટંકારા પોલીસ સ્ટેશનના વિજયભાઈ નાગજીભાઇ બાર, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા અને કૌશિકકુમાર રતિલાલ પેઢડીયાને સયુક્ત બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આરોપી સાગરભાઇ દીલીપભાઇ અત્રેસા (કોળી) રહે. મૂળ સખપર હાલ રહે. વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે જીવન જયોત સોસાયટી મોરબી, રમેશભાઇ અવચરભાઇ દારોદ્રા (કોળી) રહે. નેકનામ તાલુકો ટંકારા, બીપીનભાઇ વીરજીભાઇ સાણદીયા (પટેલ) રહે. નેકનામ તાલુકો ટંકારા, હીન્દુભાઇ લાખાભાઇ સાટકા (ભરવાડ) રહે. સખપર તાલુકો ટંકારા અને પ્રવિણભાઇ વાલજીસભાઇ વેદાણી (કોળી) રહે. હોળાયા તાલૂકો ગઢડા હાલ રહે. નેકનામ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે. 

LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?

આ શખ્સોએ ચોરીમાં ગયેલ જીરૂ વેચાણ કરીને મેળવેલ રોકડા રૂપિયા 3,37,500 તથા લસણના 11 બાચકા અને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બે મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ૨૦ વી ૯૧૬૮ અને જીજે ૧૦ ટીએક્સ ૪૪૭૬ જે બંનેની કિંમત કુલ મળીને 6,00,000 આમ કુલ મળીને પોલીસે આરોપીઓ પાસેથી 10,12,500નો મુદામાલ કબજે કરેલ છે. 

BCCI ની મોટી કાર્યવાહી, રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સાગરભાઇ અને બિપીનભાઇએ બોલેરો ગાડી લીધેલ હતી જેના હપ્તા ચડી ગયા હતા જે ભરવા માટે જીરૂ અને લસણ ચોરી કરવાનો પ્લાન કર્યો હતો તેવુ સામે આવેલ છે. ખેડૂતે પોતાના ખેતરમાં લોહી પાણી એક કરીને લીધેલ જણસની ઉપજ તસ્કરો રાત્રીના અંધારામાં ચોરી ગયા હતા જોકે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ બાતમીના આધારે તપાસ કરી હતી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિતના પાંચ આરોપીઓની ઘરપકડ કરી છે. જોકે હપ્તે વાહન કે પછી કોઈપણ વસ્તુ લેતા પહેલા લોકોએ વિચાર કરવો પડે તેવી ચોરીની આ ઘટના પછેડીથી વધુ સોડ ખેંચતા લોકો માટે બૌદ્ધરૂપ બનશે તેવું કહીએ તો તેમાં શંકાનો કોઇ સ્થાન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે