Home> Gujarat
Advertisement
Prev
Next

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલ

દહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે.

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલ
Updated: May 11, 2024, 07:24 PM IST

ઝી બ્યુરો/વડોદરા: ભરૂચ જિલ્લાના દહેજની ઈપેક કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા 2 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા.

ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળજા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનામાં 2 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર થશે 13મીએ મતદાન, આ 5 કેન્દ્રીયમંત્રીઓ છે મેદાને

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ઇપેક કંપનીમાં બનેલી ઘટનામાં સૂરજ રામ બહાદુર (ઉં.વર્ષ 21) તથા વિશાલકુમાર કલ્યાણ રાય (ઉં.22)નું કરૂણ મોત થયું છે.

મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, રાદડિયાએ કયા નેતાઓને ઝાટકી લીધા; વધી મુશ્કેલી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે