Home> Gujarat
Advertisement
Prev
Next

પાટિયા પર બેસી મુસાફરી કરવાના દિવસો હવે ગયા! હવે નજીવી રકમમાં કરો વંદે ભારત ટ્રેનનો અનુભવ

વડોદરાથી દાહોદ વચ્ચે શરૂ થયેલી આ મેમુ ટ્રેનની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં ઓટો પાવર જનરેશનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલે કે લોકો પાયલોટ ટ્રેનને થોભાવવા જેવી બ્રેક મારશે કે તરત જ બ્રેક સિસ્ટમમાંથી વીજળી ઉત્પન્ન થશે.

પાટિયા પર બેસી મુસાફરી કરવાના દિવસો હવે ગયા! હવે નજીવી રકમમાં કરો વંદે ભારત ટ્રેનનો અનુભવ

હાર્દિક દીક્ષિત/વડોદરા: રોજના લાખો લોકો રેલવેમાં મુસાફરી કરતા હોય છે, જેથી જ રેલવેને જીવાદોરી સમાન ગણવામાં આવે છે.ત્યારે રેલવે મિનિસ્ટ્રી દ્વારા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનથી મુસાફરી કરતા મુસાફરોને આજે એક ખૂબ મોટી ભેટ આપવામાં આવી છે. જેનો મોટો ફાયદો નોકરિયાત વર્ગને થવાનો છે.

સુરત શહેરના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ: કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું

અત્યાર સુધી તમે જોયું હશે કે રેલવેમાં જો તમારે આરામદાયક મુસાફરીની મઝા માણવી હોય તો ખિસ્સા ખાલી કરવા પડે એટલે કે વધુ ભાડું ચૂકવવું પડે. ત્યારે હવે વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા થી દાહોદ વચ્ચે ખાસ મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે. મેમુ સાંભળીને મ્હો ન બગાડતા કેમ કે આ કોઈ સામાન્ય મેમુ ટ્રેન નથી, નોકરિયાત તેમજ ગરીબ વર્ગને ખૂબ ઓછા ભાડામાં વંદે ભારત ટ્રેનનો અનુભવ કરાવતી આ મેમુ ટ્રેનના વખાણ કરો એટલા ઓછા છે.

fallbacks

સૌંદર્યવાન યુવતીના ચક્કરમાં અમદાવાદનો બિલ્ડર ફસાયો, ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી

અત્યાર સુધી તમે જોયું હશે કે મેમુમાં મુસાફરી કરવી હોય તો પાટિયાની જૂની પુરાની સીટ પર બેસવું પડે. તમારા નિયત સ્થળ પર પહોંચો ત્યાં સુધી તમારી કમર સાથ છોડી દે. પરંતુ હવે તમારે જો મેમુમાં મુસાફરી કરવી હોય તો વિચાર નહિ કરવો પડે કારણ કે રેલવે એ આ સામાન્ય કેટેગરીમાં આવતી મેમુ ટ્રેનને સુવિધાથી સજ્જ બનાવી દીધી છે.

રાજકોટ વોકળાનો સ્લેબમાં મોટો ખુલાસો : બિલ્ડરે ખર્ચ ઘટાડવા સ્લેબની જાડાઈ ઘટાડી હતી

વડોદરાથી દાહોદ વચ્ચે શરૂ થયેલી આ મેમુ ટ્રેનની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં ઓટો પાવર જનરેશનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલે કે લોકો પાયલોટ ટ્રેનને થોભાવવા જેવી બ્રેક મારશે કે તરત જ બ્રેક સિસ્ટમમાંથી વીજળી ઉત્પન્ન થશે.

fallbacks

1 મહિનામાં 200% નું રિટર્ન, IPO બન્યો કુબેરનો ખજાનો, રોકાણકારો ગદગદ

તો સાથે જ આ ટ્રેનમાં મુસાફરોની સવલત સાથે સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક કોચમાં CCTV અને બાયો ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. તો સાથે જ LED,પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, ઇન્ફોર્મશન ડિસ્પ્લે ની પણ સુવિધા અહી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સોલાર સિસ્ટમ થી સજ્જ આ ટ્રેન 30 ટકા વીજળી ની બચત પણ કરશે. આ ટ્રેન માં વંદે ભારત ટ્રેન જેવી જ એર સ્પ્રિંગ ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે, આ એર સ્પ્રિંગ ટેકનોલોજીને કારણે મુસાફરો ને થકાન નો અનુભવ નહિ થાય.

1 ઓક્ટોબરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો 

આજે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ના હસ્તે આ ટ્રેનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સવારે 9:30 વાગ્યે ઉપડેલી આ ટ્રેન બપોરે 1: 25 વાગ્યે દાહોદ પહોંચી હતી. મીડિયા સાથેની વાતચીતમાં રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનું સપનું છે કે વડોદરાથી દાહોદ વચ્ચેના રૂટને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે વિકસાવવામાં આવે ત્યારે વડાપ્રધાનના આ સપનાને સાકાર કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

જૂનાગઢ : કારમા ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More