Home> Gujarat
Advertisement
Prev
Next

રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...

રાજકોટ (Rajkot) ના નવા રાજવી માંધાતાસિંહજી (mandhata sinh jadeja) ના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત 3 દિવસ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે. રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક (Raj Tilak) થશે. આ રાજતિલક પ્રસંગ ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેકના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પૂરશે. ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજની 3000 વીરાંગનાઓ તલવારબાજી કરી ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ તલવારબાજીમાં ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજની 350 દીકરીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે. ભાવનગર રાજપૂત બોર્ડીંગ ખાતે આ વીરાંગનાઓ તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મહિલાઓ સતત 12 મિનીટ તલવારબાજીના કરતબ કરશે. જે નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 

રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...

નવનીત દલવાડી/ભાવનગર :રાજકોટ (Rajkot) ના નવા રાજવી માંધાતાસિંહજી (mandhata sinh jadeja) ના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત 3 દિવસ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે. રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક (Raj Tilak) થશે. આ રાજતિલક પ્રસંગ ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેકના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પૂરશે. ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજની 3000 વીરાંગનાઓ તલવારબાજી કરી ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ તલવારબાજીમાં ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજની 350 દીકરીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે. ભાવનગર રાજપૂત બોર્ડીંગ ખાતે આ વીરાંગનાઓ તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મહિલાઓ સતત 12 મિનીટ તલવારબાજીના કરતબ કરશે. જે નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 

ZEE 24 કલાક પર જુઓ LIVE: રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, સીએમ રૂપાણી કરશે ધ્વજવંદન

હાલ ચાલી રહી છે પ્રેક્ટિસ
ગોહિલવાડની ૩૫૦ દીકરીઓ અને મહિલાઓ આગામી 28 જાન્યુઆરીના રોજ રાજકોટના રાજવી માંધાતાસિંહજીના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓમાં જોડાઈ છે. રાજકોટ ખાતે માંધાતાસિહજીના રાજ્યાભિષેકમાં ૩૦૦૦ રાજપૂત વીરાંગનાઓ તલવારબાજી કરી એક ઐતિહાસિક પળની સાક્ષી બનવા જઈ રહી છે. સામાન્ય રીતે કુટુંબ અને સમાજની પૂરી મર્યાદા જાળવી કરતી રાજપૂત સમાજની દીકરી અને મહિલાઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે છે અને મુશ્કેલીના સમયમાં તલવાર ઉઠાવી અને પોતાના પરની મુસીબતનો સામનો કરી શકે તે માટે તેઓ હાલ તલવારબાજી પણ શીખી રહી છે. 

મહેસાણા : ચીફ એન્જિનયરે પુલ વળી જવાની ઘટનામાં આપ્યું એવુ કારણ કે ગળે ઉતરે નહિ...

યુવકો પણ તલવારબાજી કરશે
અવનવા સ્ટેપ સાથે તલવારબાજી કરતી દીકરીઓ અને મહિલાઓને જોઈએ તો ઝાંસીની રાણી દ્રશ્યમાન થતી નજરે પડે છે. રાજકોટ ખાતે યોજાનાર માંધાતાસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે કાર્યક્રમમાં 300 મહિલાઓની સાથે 75 જેટલા યુવકો પણ તલવારબાજીમાં ભાગ લેશે.

ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન
ભારતના ખ્યાતનામ રજવાડાઓમાં રાજકોટના રજવાડાનું ખૂબ જ આગવું સ્થાન છે. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દેહવિલાપ થતાં રાજવી પરંપરા મુજબ તેમના પુત્ર માંધાતા સિંહ જાડેજા રાજવી તરીકે બિરાજમાન થશે. આગામી તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ રાજકોટ ના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભિષેક કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે. ખાસ કરીને દેશના રાજવી પરિવારોને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો રાજકીય મહાનુભાવો, આર્થિક જગત ના મહાનુભાવો અને ધર્મગુરુઓ પણ આ રાજ્યાભિષેક કાર્યક્રમોમાં હાજરી આપશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યાભિષેક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.

કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....

આવો છે ત્રણ દિવસનો સમારોહ...
મુખ્ય કાર્યક્રમોની વાત કરવામાં આવે તો, 28 તારીખના બપોર પછી રાજકોટ શહેરની નગરયાત્રા માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ રામરાજા કરશે. તેમની સાથે તેમની સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાશે. પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય સમાજના લોકો અન્ય સમાજના લોકો અને દેશના રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે. આ નગર યાત્રામાં વિન્ટેજ કાર, હાથી ઘોડા અને બેન્ડબાજા શોભા વધારશે. 28 તારીખના રોજ સવારમાં ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ 3000થી વધુ બહેનો એકસાથે તલવારબાજી કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. 29 તારીખના રોજ સાંજે 7 હજાર દીવડાઓ પ્રગટાવીને રાજકોટ સ્ટેટનો મોનોગ્રામ બનાવવામાં આવશે. 30 તારીખના રોજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ માધાતાસિંહ જાડેજાનું રાજ્યભિષેક કરવામાં આવશે.

રાજ પરિવારો વિશે આજની યુવા પેઢીનીને જાણવા અને સમજવા માટેનો આ ઐતિહાસિક અવસર બની રહેશે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ દરેક સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More