Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રિલીઝ થયું ફિલ્મ 'મરજાવા'નું ગીત 'તુમ હી આના', લોકોએ કહ્યું- BEST SONG

ગીતની કમ્પોઝર પાયલ દેવનું કહેવું છે કે એક બીજા ગીત પર કામ કરતી વખતે આ ગીતની ધૂનને મગજમાં આવી. જુબિન નૈટિયલે તેને ગાયુ અને કુણાલ વર્માએ તેને લખ્યું છે. આદિત્ય દેવે તેને પ્રોડ્યૂસ કર્યું છે. 

VIDEO: રિલીઝ થયું ફિલ્મ 'મરજાવા'નું ગીત 'તુમ હી આના', લોકોએ કહ્યું- BEST SONG

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને તારા સુતરિયા (Tara Sutaria) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવા (Marjaavaan) નું ગીત 'તુમ હી આના' રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક લવ સોન્ગ છે. ટી-સીરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવેલા આ ગીતને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહી આ ગીતને 2019નું બેસ્ટ સોન્ગ પણ ગણાવવામાં આવી રહ્યું છે. ગીતની કમ્પોઝર પાયલ દેવનું કહેવું છે કે એક બીજા ગીત પર કામ કરતી વખતે આ ગીતની ધૂનને મગજમાં આવી. જુબિન નૈટિયલે તેને ગાયુ અને કુણાલ વર્માએ તેને લખ્યું છે. આદિત્ય દેવે તેને પ્રોડ્યૂસ કર્યું છે. 

પાયલે કહ્યું કે ''એક અન્ય સીંગલ ગીત પર કામ કરતી વખતે આ ગીતની ધૂન મારા મગજમાં આવી અને મેં તેને મારા ફોન પર રેકોર્ડ કરી લીધું. આમ ત્યારે થયું જ્યારે હું જિબિન અને કૃણાલ કોઇ બીજા ગીત માટે સાથે બેસીને કામ કરી રહ્યા હતા અને ત્યારે મેં મારા રેકોર્ડની ધૂન તેમને સંભળાવી. પાયલે આગળ કહ્યું 'ત્યારે કૃણાલે કેટલીક પંક્તિઓ લખી અને 'તુમ્હી આના'નો જન્મ થયો. જોકે જુબિન પણ ત્યાં હતા, તેમને આ ખૂબ પસંદ આવ્યું અને તેમણે તાત્કાલિક રેકોર્ડ કરવાની હામી ભરી દીધી હતી. એટલે કે એક અન્ય ગીત પર કામ કરતી વખતે 'તુમ્હી આના'નો જન્મ થયો અને ટી-સીરીઝને પણ આ ખૂબ પસંદ આવ્યું. જ્યાં સુધી વાત કમ્પોઝિશનની છે તો અમે તેમાં ઘણા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે જેમ કે સારંગી, વાંસળી, પિયાનો અને માઉથ ઓર્ગન જેથી તેને યોગ્ય માત્રામાં ઇમોશન્સ આપી શકે. 

જુબિનનું માનવું છે કે આ ગીત ખૂબ લાંબા સમય સુધી તેમના શ્રોતાઓની પ્લે લિસ્ટમાં રહેવાનું છે. તેમણે કહ્યું કે ''આ અત્યાર સુધી મારા ગાયેલા સર્વશ્રેષ્ઠ ગીતોમાંથી એક છે અને આ સુંદર ધૂનને અવાજ આપવાના લીધે ખૂબ ખુશ છે. '' આ 'મરજાવા'થી સિદ્ધાર્થના પસંદગીના ગીતોમાંથી એક છે. સિદ્ધાર્થે ટ્વિટર પર પોતાના 90 લાખથી વધુ ફોલોવર્સ સાથે આ ગીતની લિંકને શેર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More