Home> Entertainment
Advertisement
Prev
Next

હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?


એક લાંબા સમયથી રણવીર સિંહ અને કેટરીના કેફ સાથે ફિલ્મ કરવા ઈચ્છે છે. લાગે છે કે હવે તેની ઈચ્છા પૂરી થવાની છે, કારણ કે જોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં બંન્નેને કાસ્ટ કરવા ઈચ્છે છે. 

હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?

નવી દિલ્હીઃ બોલીવુડ ડાયરેક્ટર જોયા અખ્તર (Bollywood director Joya Akhtar)ની પાછલી ફિલ્મ 'ગલી બોય'ને ખુબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. એક રિપોર્ટ અનુસાર જોયા અખ્તર એકવાર ફરી રણવીર સિંહની સાથે ફિલ્મ બનાવવા જઈ રહી છે અને આ વખતે તેની સાથે કેટરીના કેફ જોવા મળી શકે છે. જો આમ થાય તો આ જોડી પ્રથમવાર રોમાન્સ કરતી જોવા મળશે. 

'પિંકવિલા'ના એક રિપોર્ટ પ્રમાણે, જોયા અખ્તર એક મોટી ફિલ્મ બનાવવા જઈ રહી છે જે એક ફેસમ હોલીવુડ ફિલ્મની હિન્દી અડેપ્ટેશન હશે. તેણે આ માટે રણવીર સિંહ અને કેટરીનાનું નામ નક્કી કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે એક સૂત્રએ જણાવ્યું કે, જોયાએ હોલીવુડની ફેમસ ફિલ્મ 'ધ ડિપાર્ટેડ'ના રાઇટ્સ લઈ લીધા છે. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મ ઓસ્કાર જીતી ચુકી છે. પરંતુ ભારતીય ફિલ્મ પ્રમાણે જોયા તેના પ્લેટમાં ફેરફાર કરશે. 

પુત્રી રિદ્ધિમાએ માતા નીતૂ કપૂરને આપી બર્થડેની શુભેચ્છા, ગણાવ્યા આયર્ન લેડી

રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ ફિલ્મમાં તે રોલ કરશે જે ઓસ્કાર વિનિંગ અભિનેતા લિયાનાર્ડો ડિ કૈપ્રિયોએ નિભાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે રણવીરે આ રોલ માટે હા પાડી દીધી છે. ફિલ્મમાં કેટરીનાનો પણ એક્શન અને એડવેન્ચરનો ભરપૂર રોલ હશે. હવે જોવાનું રહેશે કે રણવીર અને કેટરીનાની જોડી સાથે પડદા પર જોવા મળે છે કે નહીં કારણ કે બંન્ને ઘણીવાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More