Home> Business
Advertisement
Prev
Next

ભારતીય સ્ટેટ બેન્કે 14મી વખત ઘટાડ્યો વ્યાજદર, હોમ લોન સસ્તી થવાની સાથે-સાથે ઓછો થશે EMIનો ભાર


આ પહેલા ભારતીય સ્ટેટ બેન્કે જૂનમાં પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. 10 જૂને ભારતીય સ્ટેટ બેન્કે દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે પણ ગ્રાહકોને રાહત મળી હતી હવે ફરી બેન્કે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

 ભારતીય સ્ટેટ બેન્કે 14મી વખત ઘટાડ્યો વ્યાજદર, હોમ લોન સસ્તી થવાની સાથે-સાથે ઓછો થશે EMIનો ભાર

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પોતાના ગ્રાહકોને મોટી રાહત આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેન્ક તરફથી આ સતત 14મો ઘટાડો છે. બેન્કે નાના સમયગાળા માટે એમસીએલઆરમાં 0.05થી 0.10 ટકાનો ઘટાડો (sbi mclr cut)  કરવાની જાહેરાત કરી છે. બેન્કના આ નિર્ણય બાદ હવે ભારતીય સ્ટેટ બેન્કનો દર  (SBI interest rate) ઘટીને 6.65 ટકા પર આવી ગયો છે. એમસીએલઆરના દર ઘટવાનો મતલબ છે કે હવે ભારતીય સ્ટેટ બેન્કની હોમ લોન (SBI cheap home loan)ના હપ્તા (EMI in SBI) પણ સસ્તા થઈ જશે. એસબીઆઈના નવા દર 10 જુલાઈથી લાગૂ થશે. 

જૂનમાં પણ ઘટાડ્યો હતો દર
આ પહેલા ભારતીય સ્ટેટ બેન્કે જૂનમાં પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. 10 જૂને ભારતીય સ્ટેટ બેન્કે દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે પણ ગ્રાહકોને રાહત મળી હતી હવે ફરી બેન્કે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

નવો બિઝનેસ શરૂ કરનારા માટે આવ્યો વધુ એક કડક નિયમ, જાણો

અન્ય બેન્કોએ પણ કર્યો છે ઘટાડો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 22 મેએ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરતા તેને 4 ટકા કરી દીધો હતો. ત્યારબાદ પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા અને યૂકો બેન્કે રેપો અને એમસીએલઆર સાથે જોડાયેલી પોતાના લોન દરમાં ઘટાડો કરી દીધો હતો. 

શું હોય છે એમસીએલઆર
એમસીએલઆર તે દર હોય છે જેનાથી નીચે કોઈપણ બેન્ક લોન ન આપી શકે. તેના ઘટવાનો મતલબ થાય છે કે બેન્ક ઓછા દરે લોન આપી શકશે. તે ઘટવાથી ગ્રાહકોને ફાયદો થાય છે, કારણ કે તેને સસ્તી લોન મળવા લાગે છે, વ્યાજદર ઓછો લાગે છે. તો જેની લોન પહેલાથી ચાલે છે, તેના પર લાગતા ઈએમઆઈનો ભાર ઓછો થઈ જાય છે.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More