Home> Business
Advertisement
Prev
Next

મોટો ઝટકો: પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, જાણો કેટલો થયો ભાવવધારો 

દેશમાં અનલોકની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સીલસિલો ફરીથી શરૂ થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે ફરીથી એકવાર ભાવ વધ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં ક્રમશ 54 પૈસા, 63 પૈસા, 52 પૈસા અને 48 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં ચારેય મહાનગરોમાં ક્રમશ 58 પૈસા, 62 પૈસા, 55 પૈસા, અને 49 પૈસાનો વધારો જોવા મળ્યો.  

મોટો ઝટકો: પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, જાણો કેટલો થયો ભાવવધારો 

નવી દિલ્હી: દેશમાં અનલોકની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સીલસિલો ફરીથી શરૂ થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે ફરીથી એકવાર ભાવ વધ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં ક્રમશ 54 પૈસા, 63 પૈસા, 52 પૈસા અને 48 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં ચારેય મહાનગરોમાં ક્રમશ 58 પૈસા, 62 પૈસા, 55 પૈસા, અને 49 પૈસાનો વધારો જોવા મળ્યો.  

સોના-ચાંદીના ભાવમાં ફરીથી ભડકો, જાણો શું છે 10 ગ્રામ Gold નો રેટ

આજના પેટ્રોલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 71.17 રૂપિયા થયો છે. આ ત્રણ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 1.74 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં 1.78 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં એક દિવસના ઘટાડા બાદ હવે ફરીથી તેજી જોવા મળી ર છે. જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે અને આગળ પણ વધવાની સંભાવના બનેલી છે. છેલ્લા સત્રમાં બેન્ચમાર્ક ક્રુડ ઓઈલ બ્રેન્ટ ક્રુડના ભાવમાં 5.89 ટકાનો ઘટાડો થયો હતો. 

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ ( (Indian Oil)) મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ક્રમશ 73 રૂપિયા, 74.98,  80.01 રૂપિયા અને 77.08 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલના ભાવ ચારેય મહાનગરમાં ક્રમશ વધીને 71.17 રૂપિયા, 67.23 રૂપિયા, 69.92 રૂપિયા અને 69.74 રૂપિયા પ્રતિ લીટર થયા છે.

જુઓ LIVE TV

દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં ક્રમશ 54 પૈસા, 63 પૈસા, 52 પૈસા અને 48 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં ચારેય મહાનગરોમાં ક્રમશ 58 પૈસા, 62 પૈસા, 55 પૈસા, અને 49 પૈસાનો વધારો જોવા મળ્યો.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More