Home> Business
Advertisement
Prev
Next

એક WhatsApp મેસેજની તાકાત તો જુઓ, કંપનીની વેલ્યૂ 71% ડાઉન કરી નાંખી

લોકો હંમેશા વોટ્સએપ પર એકબીજાને મેસેજ, ફોટો, વીડિયો તથા અન્ય માહિતી શેર કરતા હોય છે. આવામાં વોટ્સએપ બહુ જ સારો ઓપ્શન બની જાય છે. પરંતુ આ જ વોટ્સએપ એક કંપની માટે કટ બની ગયું છે. વોટ્સએપના એક મેસેજે ઈનબિફીમ એવેન્યુઝ લિમિટેડ 71 ટકા માર્કેટ વેલ્યુ માત્ર એક જ દિવસમાં પૂરુ કરી દીધું. હકીકતમાં, વેપારીઓની વચ્ચે ઈ-કોમર્સ કંપનીના એકાઉન્ટિંગને લઈને ચિંતા સંબંધી અફવાવાળો સંદેશ શેર કરી દીધો છે.

એક WhatsApp મેસેજની તાકાત તો જુઓ, કંપનીની વેલ્યૂ 71% ડાઉન કરી નાંખી

નવી દિલ્હી : લોકો હંમેશા વોટ્સએપ પર એકબીજાને મેસેજ, ફોટો, વીડિયો તથા અન્ય માહિતી શેર કરતા હોય છે. આવામાં વોટ્સએપ બહુ જ સારો ઓપ્શન બની જાય છે. પરંતુ આ જ વોટ્સએપ એક કંપની માટે કટ બની ગયું છે. વોટ્સએપના એક મેસેજે ઈનબિફીમ એવેન્યુઝ લિમિટેડ 71 ટકા માર્કેટ વેલ્યુ માત્ર એક જ દિવસમાં પૂરુ કરી દીધું. હકીકતમાં, વેપારીઓની વચ્ચે ઈ-કોમર્સ કંપનીના એકાઉન્ટિંગને લઈને ચિંતા સંબંધી અફવાવાળો સંદેશ શેર કરી દીધો છે.

ડોલટ કેપિટલ માર્કેટ લિ.ના વિશ્લેષક ભાવિન મહેતાએ કંપનીની શનિવારે શેરધારકોની સાથે થવારી બેઠક પહેલા બ્રોકરેજ એક્વિરસ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડને વોટ્સએપ પર આ મેસેજ ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યા છે. ઈક્વિરસના વિશ્લેષકોએ થોડા મહિના પહેલા આ મેસેજ કેટલાક ગ્રાહકોને મોકલ્યો હતો અને ગુરુવારે તે વોટ્સએપ પર આવી ગયો હતો. આ મામલા સાથે જોડાયેલ લોકોને મેસેજ મોકલનાર લોકોની ઓળખ કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે, તેઓ આ મામલે કંઈક બોલવા માટે જવાબદાર નથી.  

શાખાને વ્યાજરહિત અસુરક્ષિત લોન આપવાની અફવા
મિન્ટની માહિતી અનુસાર, શુક્રવારે રેકોર્ડબ્રેક ઘટાડા બાદ એક્સચેન્જને આ સ્પષ્ટતા કરવી પડી કે, આવી કોઈ છુપાયેલી સૂચના નથી કે, જેનાથી શેર મૂલ્ય પર કોઈ અસર પડે. લોકોએ કહ્યું કે, વોટ્સએપ મેસેજમાં એમ કહેવાયું છે કે, કંપનીએ પોતાની શાખાને વ્યાજરહિત અસુરક્ષિત લોન આપી હતી. કંપનીના વાર્ષિક રિપોર્ટ મુજબ ઈનફિબીમએ સંબંધિત ફર્મને 31 માર્ચ સુધી 135 રૂપિયા વગર ગેરેન્ટીની લોન આપી હતી.

fallbacks

ઈક્વિરસ 1500 મર્ચન્ટ દર મહિને જોડે છે
ઈનફિબીમની વેબસાઈટ અનુસાર, કંપની એક ઈ-કોમર્સ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. તે વેપારથી વેપાર અને વેપારથી ગ્રાહકોમાં વ્યવસાય કરે છે. ઓગસ્ટમાં એક અલગ નોટમાં ઈક્વિરસને કહ્યું કે, કંપની પોતાના ઈ-કોમર્સ વેપારમાં 1500 મર્ચન્ટને દર મહિને સામેલ કરી રહી છે. ગત પાંચ વર્ષોમાં રાજસ્વમાં 100 ટકા વધારો નોંધાયો છે.

73 ટકા સુધી શેર ડાઉન થયો
ઈક્વિરસથી જોડાયેલ એક પ્રવક્તા પાસેથી જ્યારે આ મામલે સ્પષ્ટતા માંગી તો તેમણે કંઈ પણ બોલવાની ના પાડી. સાથે જ ઈનફિબીમના મેનેજમેન્ટ ડિરેક્ટર વિશાલ મહેતાએ ફોન અને મેસેજ પર કોઈ જવાબ ન આપ્યો. શુક્રવારે કંપનીનો શેર 71 ટકા પર બંધ થતા પહેલા 73 ટકા ડાઉન થયો હતો અને 58.45 રૂપિયા પર બંધ થયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More