Home> Business
Advertisement
Prev
Next

Gold Price Review: સોની બજારમાં સોનું 1415 અને ચાંદી 5845 રૂપિયા થઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ

લગ્નની સીઝનમાં ભલે સોનું મોંઘુ થયું હોય, પરંતુ હજુ પણ પોતાના ઓલ ટાઈમ હાઈથી સોનું 1415 રૂપિયા સસ્તું છે, જ્યારે 4 ડિસેમ્બર 2023ના રેટથી ચાંદી 5845 રૂપિયા સસ્તી છે. 

Gold Price Review: સોની બજારમાં સોનું 1415 અને ચાંદી 5845 રૂપિયા થઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ
Updated: Jan 22, 2024, 04:41 PM IST

Gold Price Review: સોના-ચાંદીના ભાવમાં આ વર્ષે મોટો ઘટાડો થયો છે. 29 ડિસેમ્બરના બંધ ભાવની તુલનામાં સોનું જ્યાં 856 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે તો ચાંદીના ભાવમાં 2167 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. આઈબીજેએ દ્વારા જારી રેટ પ્રમાણે સોની બજારોમાં સોનું 4 ડિસેમ્બર 2023ના ઓલ ટાઈમ હાઈ 63805 રૂપિયા પર પહોંચી ગયું હતું. આ રેટથી સોનું 1415 રૂપિયા સસ્તું છે. 

શુક્રવારે સોની બજારમાં 24 કેરેટ સોનું 62390 રૂપિયા પર બંધ થયું, જ્યારે ચાંદી 71228 રૂપિયા પર. જો 23 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો તે 62140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ ગોલ્ડ 57149 રૂપિયા પર બંધ થયું હતું. બીજીતરફ 18 કેરેટ સોનાનો ભાવ 46793 અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 36498 રૂપિયા રહ્યું હતું. 

આ પણ વાંચોઃ ₹70 રૂપિયાના આઈપીઓ પર 50 રૂપિયાના નફાનો સંકેત! 24 જાન્યુઆરીએ ઓપન થશે IPO

ચાંદી 5845 રૂપિયા થઈ સસ્તી
4 ડિસેમ્બર 2023ના 24 કેરેટ સોનું 63805 રૂપિયા પર ખુલી 63281 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 77073 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી 76430 રૂપિયા પર બંધ થઈ હતી. 4 ડિસેમ્બરના ખુલેલા રેટથી તુલના કરવામાં આવે તો સોનું અત્યારે 1415 રૂપિયા અને ચાંદી 5845 રૂપિયા સસ્તી છે. 

સોના અને ચાંદીના ભાવ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે. આઈબીજેએના રેટ પ્રમાણે દિલ્હી, મુંબઈ, ગોરખપુર, લખનૌ, જયપુર, ઈન્દોર, પટના સહિત તમામ શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગેલો નથી. બની શકે કે તમારા શહેરમાં સોનું-ચાંદી 1000 થી 2000 રૂપિયા મોંઘુ મળી રહ્યું હોય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે