Home> Agriculture
Advertisement
Prev
Next

ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી

Thai Apple farming: બજારમાં થાઈ એપ્પલ બોરની ઘણી ડિમાન્ડ છે. ખેડૂતો 50થી 60 હજારના શરૂઆતના ખર્ચમાં 100 કિલો સુધીનું ઉત્પાદન મેળવી શકે છે.

ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી

Thai Apple farming: ઓછા સમયમાં મોટો નફો મેળવવા ઈચ્છો છો તો ભારતમાં વિદેશી ફળની ખેતીનું ચલણ વધવા લાગ્યું છે. ખેડૂતો સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સારો નફો મેળવવા લાગ્યા છે. આવા જ વિદેશી ફળમાંથી એક છે થાઈ એપ્પલ બોર. તે જોવામાં સફરજન અને સ્વાદમાં બોર જેવું લાગે છે. સાથે જ આ ફળમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે હોય છે.

પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
Sunroof Car ખરીદતાં પહેલાં જાણી લેજો ફાયદા અને ગેરફાયદા, 90% ટકા લોકો છે અજાણ
Diet Chart: રહેવું છે તાજુ-માજુ અને તંદુરસ્ત તો ફોલો કરો ICMR નો My Plate કોન્સેપ્ટ

બજારમાં થાઈ એપ્પલ બોરની ઘણી ડિમાન્ડ છે. ખેડૂતો 50થી 60 હજારના શરૂઆતના ખર્ચમાં 100 કિલો સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. આ છોડને લગાવવા માટે ખેતરની ખેતી કરીને પ્રતિ છોડના હિસાબથી 5 મીટરના અંતર પર 2-2 ફૂટ લંબાઈ-પહોળાઈવાળા વર્ગાકાર ખાડા ખોદવામાં આવે છે. આ ખાડામાં 25 દિવસ સુધી સોલરાઈઝેશન કરવામાં આવે છે. જેના પછી 20થી 25 કિલો સારું કમ્પોસ્ટ ખાતર, લીમડાના પાન, લીમડાનો મોર વગેરે તત્વો મિક્સ કરીને ખાડામાં ભરી દેવામાં આવે છે.

ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?

થાઈ એપ્પલ બોરની ખેતી કલમ વિધિથી કરવામાં આવે છે. ખેડૂત 1 વીઘા ખેતરમાં 15 ફૂટના અંતરના હિસાબથી થાઈ એપ્પલ બોરના 80 છોડની રોપણી કરી શકે છે. તે સિવાય ખેડૂત વચ્ચે ખાલી જગ્યા પડેલી જગ્યામાં રીંગણ, મરચાં, વટાણા અને મગ જેવા પાકની ખેતી કરીને વધારાની કમાણી કરી શકે છે. આ પ્રજાતિના છોડમાં સૂકારો સહન શક્તિ હોય છે.  

Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન

થાઈ એપ્પલ બોરની ખેતી કરવા માટે દેશી અને હાઈબ્રિડ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને પ્રજાતિઓમાંથી ખેડૂત 6 મહિનાની અંદર 100 કિલો સુધી ફળનું ઉત્પાદન લઈ શકે છે. તેની રોપણીના વર્ષમાં પરિપક્વ થવા પર 20થી 25 કિલો સુધી ફળનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એકવાર છોડ લગાવ્યા પછી ખેડૂત આગામી 50 વર્ષ સુધી થાઈ એપ્પલ બોરના છોડમાંથી બમ્પર ઉત્પાદન લઈને સારી કમાણી કરી શકે છે.

Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More