Home> World
Advertisement
Prev
Next

ચીને દરિયામાં બનાવ્યો દુનિયાનો સૌથી લાબો પુલ, જાણો શુ છે ખાસિયતો

હોગકોગના મકાઉ અને જુહાઇ શહેરને જોડશે આ પુલ, આ પુલને જાહેર જનતા માટે મંગળવારથી ખુલ્લો મુકવામાં આવશે. 

ચીને દરિયામાં બનાવ્યો દુનિયાનો સૌથી લાબો પુલ, જાણો શુ છે ખાસિયતો

બેઇજિંગ: ચીનના હોગકોગ મકાઉ અને ઝુહાઇ શહેરને જોડતો દરિયા પર બનાવામાં આવેલા આ દુનિયાનો સૌથી લાબો પુલ માનવામાં આવી રહ્યો છે. આ પૂલને મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવવામાં આવશે. અને દરિયામાં બનેલા આલ પુલ 55 કિલોમીટર લાંબો છે.

 

fallbacks

ફોટો- IANS

ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગએ ચીનના દક્ષિણી ગ્વાંગ દોગ વિસ્તારમાં ઝુહેઇમાં આયોજીત એક વિશેષ સામારોહમાં 20 અરબ ડોલરના ખર્ચે બનેલા આ પુલની ઉદઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં હોગકોગ અને મકાઉના નેતાઓ સહિત આશરે 700 જેટાલ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. 

હોગકોગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, શીએ એક વાક્ય બોલીને આ પુલનું ઉદ્દઘાટન કર્યું હતું. ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે પર્લ નદીના મુખ પર લિંગદિંગયાંગ જલ ક્ષેત્રમાં બનેલો આ પુલ સમુદ્ર પર બનેલો દુનિયાનો સૌથી લાંબો પુલ માનવામાં આવે છે.

fallbacks

ફોટો- IANS

પુલને સામાન્ય વાહનવ્યવહાર માટે બુધવારથી ખુલ્લો મુકવામાં આવશે. આ પુલના નિર્માણથી હોગ કોગ અને ઝુહેઇ વચ્ચેની સફરૉમાં ત્રણ કલાકનો સમય ઘટીને 30 મીનીટનો થઇ જશે

fallbacks.ફોટો-રોયટર્સ 

ચીનના ઉપ પ્રધાનમંત્રી હાન ઝેંગે કહ્યું કે આ પુલ હોગકોગ તથા ચીનના મુખ્ય ભૂભાગને આર્થિક તથા વ્યાપાર ગતિવિધિઓને કારણે વધારે નજીક લાવશે. આ પુલથી હોગકોગ અને મકાઉને ચીનના મુખ્ય ભૂભાગથી જોડવામાં મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More