Home> World
Advertisement
Prev
Next

Anaconda: મળી ગયો દુનિયાનો સૌથી મહાકાય સાપ, વૈજ્ઞાનિકોએ તેને પૃથ્વીનો નવો રાક્ષસ ગણાવ્યો

World Largest Snake: બ્રાઝિલના એમેઝોનના જંગલોમાં વૈજ્ઞાનિકોને સંશોધન દરમિયાન આ મહાકાય સાપ મળી આવ્યો છે... જેનો વીડિયો જોઈ સૌ કોઈ દંગ રહી જાય તેમ છે 
 

Anaconda: મળી ગયો દુનિયાનો સૌથી મહાકાય સાપ, વૈજ્ઞાનિકોએ તેને પૃથ્વીનો નવો રાક્ષસ ગણાવ્યો

green anaconda of amazon : અત્યાર સુધી આપણે એનાકોન્ડા માત્ર હોલિવુડની ફિલ્મોમાં જોયો છે. પરંતુ હવે ધરતી પરનો અસલી એનાકોન્ડા મળી ગયો છે. એમેઝોનના જંગલોમાંથી દુનિયાનો સૌથી મહાકાય સાપ મળી આવ્યો છે. પહેલા ક્યારેય જોવા મળ્યો ન હોય તેવો વિશાળકાય સાપ મળી આવ્યો છે. એક નેશનલ જિયોગ્રાફિક અભિયાન અંતર્ગત પ્રોફેસ ફ્રીક વોંકને આ મહાકાય સાપ મળી આવ્યો છે. 

આ સાપ 26 ફૂટ લાંબો છે. તેનું વજન અંદાજે 440 કિલો છે અને તેનું મોથું માણસના માથા જેટલું મોટું છે. આ સાપની પ્રજાતિને દુનિયાના સૌથી મોટા અને સૌથી વજનદાર સાપ ગણવામાં આવે છે. આ પ્રજાતિની શોધ નેશનલ જિયોગ્રાફિકના ડિઝની+ સીરિઝ પોલ ટુ પોલના શુટિંગ દરમિયાન વિલ સ્મિથની સાથે થઈ હતી. શોધકર્તાઓએ તેને યુનેક્ટેસ અકામિયા નામ આપ્યું છે. જેનો અર્થ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા થાય છે. 

સોનાની નગરીના સાક્ષાત દર્શન : દ્વારકાને મોરપીંછ અર્પણ કરી PMએ બે હાથ જોડી નમન કર્યું

પાણીની અંદર મળ્યો દુનિયાનો સૌથી મહાકાય સાપ
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં પ્રોફેસર વોંક વિશાળકાય એનાકોન્ડા સાથે તરી રહ્યાં છે. વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, મેં અત્યાર સુધી જોયેલો આ સૌથી મોટો એનાકોન્ડા છે. તે કારના ટાયર જેટલો મોટો, આઠ મીટર લાંબો અને 200 કિલો કરતા વધુ વજનનો હોઈ શકે છે. જેનું માથું મારા માથા જેટલું મોટું છે. આ કોઈ રાક્ષસની જેમ લાગી રહ્યો છે. તેને જોઈને કોઈ પણ ડરી જાય તેવું છે. ઉલ્લેખનીય છે કે, આ એનાકોન્ડા પોતાના શિકાર તરફ તેજીથી સરકે છે. પોતાના મજબૂત શરીરનો ઉપયોગ કરીને તે આખા શિકારને ગળી શકે છે. પહેલા એમેઝોનમાં માત્ર એક જ પ્રજાતિના ગ્રીન એનાકોન્ડા રહેવાની આશા હતા, જેને વિશાળ એનાકોન્ડા પણ કહેવાય છે. 

પ્રેમી સાથે ગુલુ ગુલુ કરી રહી હતી, ત્યાં જ પ્રેમિકાનો બીજો પ્રેમી આવી ચઢ્યો, પછી ખેલ

 

 

ખતરનાક એનાકોન્ડાની લંબાઈ
પ્રોફેસર વોંક અને 9 દેશોના 14 જેટલા વૈજ્ઞાનિકોની ટીમે આ રિસર્ચ કર્યું છે. જેમાં ઉત્તરી ગ્રીન એનાકોન્ડા એકદમ અલગ જ પ્રકારના સાપ છે. કેમ્પેઈન લીડર કીંસલેન્ડ યુનિવર્સિટીના જીવ વિજ્ઞાની અને રિસર્ચના સહ-લેખક બ્રાય ફ્રાઈએ જણાવ્યું કે, આપણે ચિમ્પાન્ઝીથી લગભગ બે ટકા અલગ છીએ. આનુવાંશિક રીતે અંતર બહુ મોટું છે. 
 

કચ્છમાં સોનું શોધવા કરાયેલા ખોદકામમાં આખરે શું મળ્યું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More