Home> World
Advertisement
Prev
Next

કેનેડામાં દીકરો કે દીકરી છે તો આ સલાહને ના અવગણતા, પછી કહેતા નહીં કે સરકારે મદદ ના કરી

ઘણાં લોકોને વિદેશમાં જવાનો અને ત્યાં જઈને રૂપિયા કમાવવાનો ખુબ મોહ હોય છે. એ વાત સાચી છેકે, અહીંની સરખામણીએ ત્યાં વધારે રૂપિયા મળે છે. પણ ત્યાંની બીજી આડઅસરો વિશે પણ જાણવા જેવું છે....

કેનેડામાં દીકરો કે દીકરી છે તો આ સલાહને ના અવગણતા, પછી કહેતા નહીં કે સરકારે મદદ ના કરી

Advisory to Indian National and Students at Canada : હાલમાં કેનેડા અને ભારત વચ્ચે સંબંધો હળવા બન્યા છે પણ ભારત કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી. ટ્રૂડોએ પહેલાં બબાલ ઉભી કરી હવે આ બાબતે ભારત તરફ ઉદાર વલણ દાખવ્યું છે પણ ભારત ટસનું મસ થઈ રહ્યું નથી. ભારતે કેનેડાના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે હળવો કરવાનું નામ લઈ રહ્યું નથી. ભારતની આ પ્રતિક્રિયા બદલાયેલા ભારતની નિશાની છે. 

 ભારત અને કેનેડા વચ્ચે સંબંધો બદલાયા છે. તમારો દીકરો કે દીકરી કેનેડામાં હોય તો સરકારે  હેલ્પ વેબસાઈટ madad.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાની સલાહ આપી હતી. જો તમારા સ્વજને આ વેબસાઈટ પર એપ્લાય ના કર્યું હોય તો પછી એમ ના કહેતા કે સરકારે મદદ ના કરી.  વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા X પર થોડા દિવસો પહેલાં એક પોસ્ટ લખીને ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. નોંધનીય છે કે આ પહેલા કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. તેના જવાબમાં ભારતે પણ નવી દિલ્હી સ્થિત કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ભલે હાલમાં કેનેડામાં સ્થિતિ સામાન્ય હોય પણ બદલાતાં વાર પણ નહીં લાગે એટલે ચેતતા નર સદા સુખીની કહેવતને ગુજરાતીઓ ના ભૂલે એ જ યોગ્ય છે. 

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિ વચ્ચે, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, હાલમાં સ્થિતિ એકદમ નોર્મલ છે. કોઈ પણ જાતના ટેન્શનની બાબત નથી પણ સરકાર જ્યારે મદદ આપતી હોય તો સલાહ એ  જ છે કે આ બાબતે સીરિયસ લેવી જોઈએ.

વિદેશ મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલાં જારી કરાયેલી એડવાઈઝરી અનુસાર, 'ભારતીય નાગરિકો અને કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશન અને ભારતના વેનકુવર કોન્સ્યુલેટ જનરલની વેબસાઈટ પર નોંધણી કરાવવાની સલાહ અપાઈ હતી. આ સિવાય હેલ્પ વેબસાઈટ madad.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાની સૂચના હતી. નોંધણી દ્વારા, હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ કોઈપણ કટોકટી અથવા અપ્રિય ઘટના દરમિયાન કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોનો સંપર્ક કરી શકશે. જેથી તમારા પરિવારમાં પણ કોઈ કેનેડા રહેતું હોય તો તેમને આ સલાહનો અમલ કરવો જોઈએ. હાલમાં નવા એડમિશન મામલે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવાઈ રહી છે. દેશમાંથી 2.50થી 3 લાખ સ્ટુડન્ટો કેનેડામાં અભ્યાસ કરે છે. આ છાત્રો અને કેનેડાના સ્વજનોની સલામતી સરકાર માટે અતિ પ્રાયોરિટી છે. 

જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની "સંભવિત" સંડોવણી અંગે ટ્રુડોના આરોપો પર કેનેડાએ ભારતીય અધિકારીને હાંકી કાઢ્યાના કલાકો પછી, ભારતે મંગળવારે કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના તે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને તેમને “પાયાવિહોણા” ગણાવ્યા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટો વચ્ચે "કદાચ કોઈ સંબંધ" છે. જોકે, આ મામલો હાલમાં ઠંડો પડ્યો છે પણ સાવચેતી એ જ સલામતી એ નિયમને યાદ રાખવો જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More