Home> World
Advertisement
Prev
Next

યુદ્ધ કરવા મચી પડેલાં રશિયાને કેવી રીતે રોકી શકાય? જાણો પ્રતિંબંધોથી શું પડી શકે છે અસર

રશિયાએ યુક્રેન પર હુમલો કરીને સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. બંને દેશો વચ્ચે ઘર્ષણ હજુ પણ યથાવત્ છે. પરંતુ, યુક્રેનની મદદ માટે પશ્ચિમી દેશો હજુ સુધી હથિયાર નથી ઉઠાવ્યા. પશ્ચિમી દેશો યુક્રેનની મદદ તો કરી રહ્યા છે પરંતુ પોતે સંઘર્ષ પર નથી ઉતરી રહ્યા. તમામ દેશોએ રશિયા પર મોટા મોટા પ્રતિબંધ લગાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આખરે દુનિયામાં જ્યારે પણ સૈન્ય સંઘર્ષનો ખતરો વધે છે તો મોટી શક્તિઓ પ્રતિબંધનો સહારો કેમ લે છે?

યુદ્ધ કરવા મચી પડેલાં રશિયાને કેવી રીતે રોકી શકાય? જાણો પ્રતિંબંધોથી શું પડી શકે છે અસર

નવી દિલ્લીઃ રશિયાએ યુક્રેન પર હુમલો કરીને સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. બંને દેશો વચ્ચે ઘર્ષણ હજુ પણ યથાવત્ છે. પરંતુ, યુક્રેનની મદદ માટે પશ્ચિમી દેશો હજુ સુધી હથિયાર નથી ઉઠાવ્યા. પશ્ચિમી દેશો યુક્રેનની મદદ તો કરી રહ્યા છે પરંતુ પોતે સંઘર્ષ પર નથી ઉતરી રહ્યા. તમામ દેશોએ રશિયા પર મોટા મોટા પ્રતિબંધ લગાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આખરે દુનિયામાં જ્યારે પણ સૈન્ય સંઘર્ષનો ખતરો વધે છે તો મોટી શક્તિઓ પ્રતિબંધનો સહારો કેમ લે છે?

સૈન્ય કાર્યવાહીના બદલે પ્રતિબંધ-
ગયા મહિને રશિયાની યુક્રેનમાં હુમલાની શરૂઆત બાદથી જ નાટોની સક્રિયતાથી એવું લાગી રહ્યું હતું કે નાટો રશિયાને તેની જ ભાષામાં જવાબ આપશે, પરંતુ આવું થયું નહીં. આ સાથે જ અમેરિકાએ જાહેરાત કરી કે આનો જવાબ સેનાને યુદ્ધ મેદાનમાં ઉતારીને નહીં પરંતુ કડક પ્રતિબંધોથી આપીશું. હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત્ છે અને રશિયા પર પ્રતિબંધોનો પહાડ છે.

શું હોય છે પ્રતિબંધ?
પ્રતિબંધને આપણે એક રીતે બોમ્બ અથવા ગોળીઓનું આર્થિક સંસ્કરણ પણ કહી શકીએ. આ બોમ્બનો ઉપયોગ બીજા દેશો અને તેમની સરકારો પર દબાણ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેનાથી એ દેશને મોટા પ્રમાણમાં આર્થિક હાનિ પહોંચે. અમેરિકા સરકારના નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલના પૂર્વ ઉપાધ્યક્ષ ઇલેન લાઈપ્સનનું કહેવું છેકે પ્રતિબંધ અથવા દંડ બે દેશો વચ્ચે સામાન્ય આર્થિક સંબંધો તોડવા જેવું છે.

આર્થિક ગતિવિધિ થાય છે પ્રભાવિત-
લાઈપ્સનનું કહેવું છેકે સામાન્ય રીતે પ્રતિબંધ કોઈ ખરાબ વર્તનને ધ્યાનમાં રાખીને અથવા કોઈ દુશ્મન દેશને સંકેત આપવા માટે લગાવવામાં આવે છે. પ્રતિબંધોમાં કોઈની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે અથવા રિયલ સ્ટેટ અને બેંક ખાતાઓને બંધ કરવામાં આવે છે. આ ખાતા અથવા સંપત્તિ અમેરિકામાં હોય છે અથવા અમેરિકાની બહાર થનારી આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.

પ્રતિબંધોના કારણે સંબંધિત દેશને આર્થિક ગતિવિધિના સંચાલનમાં મુશ્કેલી આવે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. પ્રતિબંધ ઘણા પ્રકારનું રૂપ લઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ લાગવાથી દેશની સીમા હથિયાર ખરીદ-વેચાણ માટે ઉપયોગમાં ન લઈ શકાય. આ રીતે દબાણની કુટનીતિ પ્રભાવ પાડે છે.

કેવી રીતે લાગુ થાય છે પ્રતિબંધ?
અમેરિકી રાષ્ટ્રપતિ ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ 1977 અંતર્ગત પ્રતિબંધ લાગે છે. આ ઉપરાંત એક આર્થિક મહાશક્તિ હોવાના કારણે અમેરિકી કોંગ્રેસ પણ પ્રતિબંધ લગાવી શકે છે. રશિયા પર આ પ્રકારનાં અનેક પ્રતિબંધો લાગી ચૂક્યા છે. જે અંતર્ગત હવે અમેરિકી આર્થિક સંસ્થાઓ રશિયાની બેંકોની કોઈ પણ લેવડ દેવડની પ્રક્રિયામાં નહીં રહે. કોંગ્રેસ બીજા દેશો સાથે હથિયારોના સંઘર્ષને રોકવા માટે આ પ્રતિબંધ લગાવી શકે છે.

બીજા દેશો પણ લગાવી શકે છે પ્રતિબંધ-
પ્રતિબંધોને લાગુ કરવાનું કામ અમેરિકાના કોષ વિભાગનું હોય છે. અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન અસેટ કંટ્રોલ પ્રતિબંધોનું મુલ્યાંકન કરવાનું કામ કરે છે. હાલમાં બેલારૂસથી લઈને ઝિમ્બાબ્વે સુધીના દેશો પર પ્રતિબંધો લાગુ છે. જોકે એ પણ અર્ધ સત્ય છેકે પ્રતિબંધ લગાવવાનું કામ અમેરિકા જ કરી શકે. ઘણા દેશો સાથે મળીને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ લગાવી શકે છે જેમાં આર્થિક અને વ્યાપારિક પ્રતિબંધોની સાથે હથિયારોની લેવડ-દેવડ પર અને યાત્રાઓ પર પણ પ્રતિબંધ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More