Home> World
Advertisement
Prev
Next

આ દેશના પ્રધાનમંત્રીને ભારે પડી ડાન્સ પાર્ટી! વીડિયો વાયરલ થતા કરાવવો પડ્યો ડ્રગ્સનો ટેસ્ટ!

Finland PM Drugs Test: શુક્રવારે મરિને જણાવ્યુ હતુ કે, તેમણે ડ્રગ્સનો ટેસ્ટ કરાવ્યો છે. તેમણે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો પરંતુ ડ્રગ્સને લઈને કોઈ વાત કરવાની ચોખ્ખી ના પાડી હતી.

આ દેશના પ્રધાનમંત્રીને ભારે પડી ડાન્સ પાર્ટી! વીડિયો વાયરલ થતા કરાવવો પડ્યો ડ્રગ્સનો ટેસ્ટ!

Finland PM Party Video: ફિનલેન્ડના પ્રધાનમંત્રીનો ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતો વીડિયો વાયરલ થયા બાદ તેઓ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. સોશિયલ મીડિયા પર હાઉસ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં PM સના મરીન ફ્રેન્ડ્સ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ પછી સવાલો ઉઠ્યા હતા કે શું આ સમયગાળા દરમિયાન તેમણે ગેરકાયદેસર પદાર્થોનું સેવન કર્યુ હતું?

પ્રધાનમંત્રી સના મરીનના વિશેષ સલાહકાર લિડા વેલિને જણાવ્યું હતું કે, 'પીએમનું કોકેન, કેનાબીસ, ઓપીઓઇડ્સ અને અન્ય દવાઓ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.' મરીનના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું, '19 ઓગસ્ટ, 2022ના રોજ PM સના મરીનનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સની પુષ્ટી નથી થઈ.' લીક થયેલા વીડિયો ફૂટેજ અંગે તેમણે કહ્યું કે, હું ફ્રેન્ડસ સાથે પાર્ટી ઈન્જોય કરતી હતી અને વીડિયો એક ખાનગી જગ્યાએ શૂટ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ મંત્રી, સંત્રીનો આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હોય અને વિવાદ થયો હોય. અત્યાર સુધી આવા અનેક નેતાઓ આ પ્રકારે વિવાદમાં સપડાઈ ચુક્યા છે. અને આવા સમાચાર સામે આવવાને લીધે તેમને આના માઠા પરિણામો પણ ભોગવવાનો વારો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More