Home> World
Advertisement
Prev
Next

પ્રધાનમંત્રી કરતા પણ વધારે આખા પાકિસ્તાનમાં કેમ છે આ હિન્દુ મહિલાની ચર્ચા? ભારતની પણ નજર

Hindu Woman File Nomination In Pakistan: શું બદલાઈ જશે પાકિસ્તાનનો રાજકીય ઈતિહાસ? શું પાકિસ્તાનમાં થવાનો છે મોટો ઉલટફેર? ભારતના હિન્દુરાષ્ટ્રની ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનમાં બદલાઈ રહી છે બાજી. સૌથી વધુ ચર્ચાં છે પાકિસ્તાનની આ હિન્દુ મહિલા.

પ્રધાનમંત્રી કરતા પણ વધારે આખા પાકિસ્તાનમાં કેમ છે આ હિન્દુ મહિલાની ચર્ચા? ભારતની પણ નજર

Hindu Woman File Nomination In Pakistan: એવું કહેવાય છેકે, પાકિસ્તાનમાં અત્યારે ત્યાંના પ્રધાનમંત્રી કરતા પણ વધારે ચર્ચા એક હિન્દુ મહિલની થઈ રહી છે. એટલું જ નહીં એ મહિલા હાલ સોશિયલ મીડિયા પર સખત ટ્રેન્ડ થઈ રહી છે. ભારત પણ તેના પર નજર રાખી રહ્યું છે. લોકો સર્ચ કરી રહ્યાં છે કે, આખરે આ હિન્દુ મહિલા કોણ છે. ભારતના લોકો પણ જાણવા માંગે છેકે, આ હિન્દુ મહિલાનો પાકિસ્તાનમાં શું રોલ છે? વાત એમ છેકે, પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડવા જઈ રહી છે. આ મહિલાએ હાલ ચૂંટણીની તમામ તૈયારીઓ કરી લીધી છે. ખૈબર પખ્તુનખ્વાંના બુનેર બેઠકથી આ હિન્દુ મહિલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.

પાકિસ્તાનમાં છે આ હિન્દુ મહિલાની ચર્ચાઃ
આખા પાકિસ્તાનમાં હાલ જે મહિલાના નામની ચર્ચા છે તેનું નામ છે સવીરા પ્રકાશ. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે જ્યારે એક હિન્દુ મહિલા પાકિસ્તાનમાં ચૂંટણી લડવાની છે. એટલું જ નહીં તે ચૂંટણી જીતી જશે એવો પણ તેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સવીરા પ્રકાશ નામની આ હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું. 2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેમાં સવીરા પ્રકાશ પાકિસ્તાનની રાજનીતિનો ઈતિહાસ બદલી શકે છે.
 

 

ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાનમાં પણ આવતા વર્ષે એટલે કે  2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાંના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અહેવાલ મુજબ સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું હતું. 

હિન્દુ સમુદાયની પ્રથમ મહિલા:
હિંદુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવીરા પ્રકાશ (Dr Saveera Parkash) તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવીરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સભ્ય પણ રહી ચૂક્યા છે.

કોણ છે સવીરા પ્રકાશ? 
અહેવાલ મુજબ  કૌમી વતન પાર્ટી સાથે જોડાયેલા ખૈબર પખ્તુનખ્વાંના સ્થાનિક નેતા સલીમ ખાને કહ્યું કે સવીરા પ્રકાશ બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સબમિટ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. સવેરા પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કરી રહી છે. તેમણે મહિલા વિંગના મહાસચિવ તરીકે કામ કરતી વખતે જ સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More