Home> World
Advertisement
Prev
Next

વિશ્વમાં સૌથી પહેલા કોરોના વેક્સિન લેનાર William Shakespeare નું નિધન, જે હોસ્પિટલમાં રસી લીધા ત્યાં લીધા અંતિમ શ્વાસ

યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યુ કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ. તેમણે દાયકાઓ સુધી પોતાના સમુદાય માટે કામ કર્યુ. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી.

 વિશ્વમાં સૌથી પહેલા કોરોના વેક્સિન લેનાર William Shakespeare નું નિધન, જે હોસ્પિટલમાં રસી લીધા ત્યાં લીધા અંતિમ શ્વાસ

લંડનઃ કોરોના વેક્સિન લગાવનાર વિશ્વના સૌથી પ્રથમ વ્યક્તિ (First Man In The World To Get Covid Jab) 81 વર્ષીય વિલિયમ શેક્સપિયર (William Shakespeare) નું નિધન થયુ છે. શેક્સપિયર કોઈ અન્ય બીમારીથી પીડિત હતા. તેમણે પાછલા વર્ષે ડિસેમ્બરમાં  Pfizer-BioNTech ની વેક્સિન લીધી હતી. આ સાથે તેઓ વિશ્વના પ્રથમ એવા પુરૂષ બની ગયા હતા જેને કોરોનાની રસી લગાવવામાં આવી હતી. તેમની થોડી મિનિટ પહેલા યુનિવર્સિટી હોસ્પિટલમાં 91 વર્ષના માગરિટ કીનન (Margaret Keenan) ને રસી આપવામાં આવી હતી. 

આ હશે Best Tribute
અમારી સહયોગી વેબસાઇટ 'ઈન્ડિયા ડોટ કોમ'ના અહેવાલ પ્રમાણે શેક્સપિયરના મિત્ર કોનેન્ટ્રીના કાઉન્સિલર જેને ઇન્સ (Jayne Innes) એ જણાવ્યુ કે, તેમનું ગુરૂવાર (20 મે) એ નિધન થઈ ગયુ. તેમણે કહ્યું કે, શેક્સપિયરને ઘણી વાતો માટે ઓળખવામાં આવશે, તેમાંથી એક તે પણ છે કે તેઓ વિશ્વના પ્રથમ પુરૂષ હતા જેણે કોરોના વેક્સિન લીધી હતી. ઇન્સે આગળ કહ્યુ કે, મારા મિત્રને સૌથી સારી શ્રદ્ધાંજલિ આપવા માટે વેક્સિન લગાવો. 

આ પણ વાંચોઃ દાવો: 12-17 વર્ષના બાળકો પર  100% કારગર છે આ રસી, જલદી મળી શકે છે મંજૂરી

Stroke ને કારણે થયું નિધન
યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યુ કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ. તેમણે દાયકાઓ સુધી પોતાના સમુદાય માટે કામ કર્યુ. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી. તેમણે આ હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી અને અહીં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રથમ ડોઝ લેવા સમયે તેમણે હોસ્પિટલની પ્રશંસા કરતા કહ્યું હતું કે અહીંનો સ્ટાફ ખુબ સારો છે. 

વિલિયમ શેક્સપિયર પોતાની પાછળ પત્ની જોય, પોતાના બે વયસ્ક બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. તો વેસ્ટ મિડલેન્ડ્સ લેબર ગ્રુપે કહ્યુ કે શેક્સપિયર જેને બિલના નામથી ઓળખવામાં આવતા હતા, તેઓ કોરોના વેક્સિન લીધા બાદ વિશ્વમાં ચર્ચામાં આવ્યા હતા. પાર્ટી માટે તેમની દાયકાઓની સેવાને હાલમાં લેબર પાર્ટીનના નેતા કીર સ્ટારર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ દુખના સમયમાં અમે શેક્સપિયરની સાથે છીએ. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More