Home> World
Advertisement
Prev
Next

બિસ્કિટ ખાતા હોવ તો સાવધાન! આ મહિલાનું બિસ્કિટ ખાધા બાદ કેમ થયું મોત? કારણ દરેક માટે જાણવું જરૂરી

World News: બિસ્કિટ તો અવી વસ્તુ છે કે તે નાના મોટા બધાને ભાવતા હોય છે. બાળકો તો તે ખુબ ખાતા હોય છે. પરંતુ તમને આ જાણીને આઘાત લાગશે કે ન્યૂયોર્કમાં એક મહિલા બિસ્કિટ ખાધા બાદ કોમામાં જતી રહી. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ.

બિસ્કિટ ખાતા હોવ તો સાવધાન! આ મહિલાનું બિસ્કિટ ખાધા બાદ કેમ થયું મોત? કારણ દરેક માટે જાણવું જરૂરી

બિસ્કિટ તો અવી વસ્તુ છે કે તે નાના મોટા બધાને ભાવતા હોય છે. બાળકો તો તે ખુબ ખાતા હોય છે. પરંતુ તમને આ જાણીને આઘાત લાગશે કે ન્યૂયોર્કમાં એક મહિલા બિસ્કિટ ખાધા બાદ કોમામાં જતી રહી. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ. અનેક અઠવાડિયા સુધી તે હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમતી રહી અને એક દિવસ આ બિસ્કિટના કારણે તેનું મોત થઈ ગયું. આ જાણીને લોકો આઘાતમાં સરી પડ્યા. કારણ બધાએ જાણવું જરૂરી છે જેથી કરીને તમે પણ એ ભૂલ ન કરો જે આ મહિલાએ કરી. 

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ માનચેસ્ટરમાં રહેતી 25 વર્ષની ઓર્લા  બેક્સેન્ડેલ એક પ્રોફેશનલ ડાન્સર હતી. 2018માં તેને ધ એલી સ્કૂલથી સ્કોલરશીપ મળી અને તે ન્યૂયોર્કમાં ટ્રેનિંગ માટે ગઈ. ન્યૂયોર્ક ફેશન વીક દરમિયાન તેણે પરફોર્મન્સ પણ આપ્યું હતું, જેને ખુબ વખાણવામાં આવ્યું હતું. બેક્સેન્ડેલને બિસ્કિટ ખાવાનો ખુબ શોખ હતો. તે અવારનવાર તેના ઘરે ચા સાથે બિસ્કિટ ખાધા કરતી હતી. પરંતુ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તે એક પાર્ટીમાં ગઈ અને ત્યાં તેણે કૂકીઝ એટલે કે બિસ્કિટ ખાઈ લીધા. પરંતુ ખાધા બાદ તરત ગંભીર રીતે બીમાર પડી અને 11 જાન્યુઆરીએ તેનું મોત થઈ ગયું. 

શું નીકળ્યું તપાસમાં?
બિસ્કિટ  ખાવાથી બેક્સેન્ડેલનું મોત થયું છે એ વાત સામે આવતા જાણે હંગામો મચી ગયો. તપાસ બેસાડવામાં આવી. જે હકીકત સામે  આવી તે વધુ ચોંકાવનારી હતી. દરેકે આ વાત જાણવી ખુબ જરૂરી છે. અટોર્ની મારિઝો એડિમીએ  કહ્યું કે બેક્સેન્ડેલે જે બિસ્કિટ ખાધા હતા તેમાં મગફળીના ટુકડા હતા. બેક્સેન્ડેલને નટની એલર્જી હતી. તેના કારણે તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી. તબીબી ભાષામાં તેને એનાફિલેક્ટિક શોક કહે છે. આ એક મેડિકલ કન્ડીશન છે. જ્યારે આપણે કોઈ વિશેષ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તે આપણા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે ઘાતક એલર્જી થાય છે. શરીરના રક્ષણ માટે ઈમ્યુન સિસ્ટમ એન્ટીબોડીઝ બનાવવા લાગે છે. હિસ્ટામીન જેવા કેમિકલ રિલીઝ કરે છે. જે આપણા શરીર માટે ખુબ ઘાતક હોય છે. બેક્સેન્ડેલ સાથે પણ એ જ થયું. 

બેક્સેન્ડેલને કદાચ એ પહેલેથી ખબર નહતી કે તેને નટની એલર્જી છે. નહીં તો તે બિસ્કિટ ન ખાત. બીજુ, આ બિસ્કિટ એક સુપર માર્કેટમાંથી ખરીદવામાં આવ્યા હતા. જેના પર સ્પષ્ટ રીતે લખ્યું નહતું કે તેમાં મગફળી પણ છે. આ કારણે પણ સમસ્યા થઈ. ત્યારબાદ પ્રશાસને સ્ટોરના માલિક અને જથ્થાબંધ વેપારી પર સકંજો કસાયો. દેશભરમાંથી આ પ્રકારના તમામ બિસ્કિટ પાછા મંગાવી લેવાયા. અટોર્ની મારિઝો એડિમીએ કહ્યું કે, આ ઘોર બેદરકારી છે અને તેને સહન કરવામાં નહીં આવે. વેચાણ કરનારાઓને તેના માટે દોષિત ઠેરવવામાં આવશે. કુકીઝની સામગ્રીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તો તેની ગ્રાહકોને જાણકારી અગાઉથી આપવી જોઈતી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More