Home> World
Advertisement
Prev
Next

લંડનમાં ઇક્વાડોરના દૂતાવાસમાં રહેતા હતા તે દરમિયાન બે બાળકોના પિતા બન્યા જૂનિયન અસાંજે: રિપોર્ટ

વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજે લંડનમાં સ્થિત ઇક્વાડોર દૂતાવાસમાં રહેતા હતા તે વખતે બે બાળકોના પિતા બન્યા હતા. આ બંને બાળકો તેમની પોતાની વકીલ સ્ટેલા મોરિસથી હતા.

લંડનમાં ઇક્વાડોરના દૂતાવાસમાં રહેતા હતા તે દરમિયાન બે બાળકોના પિતા બન્યા જૂનિયન અસાંજે: રિપોર્ટ

લંડન: વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજે લંડનમાં સ્થિત ઇક્વાડોર દૂતાવાસમાં રહેતા હતા તે વખતે બે બાળકોના પિતા બન્યા હતા. આ બંને બાળકો તેમની પોતાની વકીલ સ્ટેલા મોરિસથી હતા. 'ધ મેલ ઓન સંડે'ના સમાચાર અનુસાર 48 વર્ષના ઓસ્ટ્રેલિયાઇ અસાંજે અને તેમની વકીલ વચ્ચે સંબંધોની વાત સામે આવી છે. બંને પહેલાં જ સગાઇ કરી ચૂક્યા છે. સમાચારપત્રના સમાચાર અનુસાર અસાંજે બાળકોની સાથે તસવીરો તથા મોરિસનો ઇન્ટરવ્યું પ્રકાશિત કર્યો છે. 

અસાંજે પર અમેરિકન ખુફિયા દસ્તાવેજ લીક કરવાનો આરોપ છે. મોરિસનું કહેવું છે કે તે એકબીજાને પ્રેમ કરે છે અને હવે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર બંને 2017માં સગાઇ કરી ચૂક્યા છે. ગત અઠવાડિયે કોર્ટના દસ્તાવેજો વડે તેના વિશે ખબર પડવાનું શરૂ થયું. અસાંજેને હાલ લંડનની સુરક્ષાવાળી બેલમાર્શ જેલમાં રાખવામાં આવ્યો છે. 

સમાચાર પત્રએ કહ્યું કે મોરિસે આ સંબંધ અને બાળકોને બધાની સમક્ષ લાવવાનો નિર્ણય કર્યો કારણ કે તેને ડર હતો કે કોરોના વાયરસના પ્રસારના લીધે 'બેલમાર્શ જેલ'માં અસાંજેના જીવનને ગંભીર ખતરો છે. 

(ઇનપુટ: એજન્સી AFP)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More