Home> World
Advertisement
Prev
Next

Canada News: કેનેડાના અભરખા છોડો! હજારો લોકો છોડી રહ્યા છે દેશ! જાણો એવી તે શું આફત આવી પડી

Why thousands people leaving Canada: ખાલિસ્તાની આતંકીઓને શરણ આપીને ભારત સાથે દુશ્મનાવટ કરનારા કેનેડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યાંની ગ્લેમર્સ અને ઝાકમઝોળ લાઈફનો ફૂગ્ગો હવે ફૂટવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી હજારો લોકો કેનેડા છોડીને બીજા દેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે

Canada News: કેનેડાના અભરખા છોડો! હજારો લોકો છોડી રહ્યા છે દેશ! જાણો એવી તે શું આફત આવી પડી

Why thousands people leaving Canada: ખાલિસ્તાની આતંકીઓને શરણ આપીને ભારત સાથે દુશ્મનાવટ કરનારા કેનેડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યાંની ગ્લેમર્સ અને ઝાકમઝોળ લાઈફનો ફૂગ્ગો હવે ફૂટવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી હજારો લોકો કેનેડા છોડીને બીજા દેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે. જેના કારણે કેનેડાની અર્થવ્યવસ્થા માટે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ દુર્દશા માટે કેનેડામાં લોકો પીએમ જસ્ટિન ટ્રુડોની ખોટી નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે. આવામાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે એવું તે કયું કારણ છે કે જેના લીધે લોકોએ આવો નિર્ણય લેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. 

કેનેડા છોડીને જઈ રહ્યા છે હજારો લોકો
રોયટર્સ એજન્સીના રિપોર્ટ મુજબ કેનેડામાં હવે રહેવું અને જીવનનિર્વાહ કરવો મોંઘું પડી ર હ્યું છે. વધતી વસ્તીની સરખામણીમાં રહેણાંક મકાનોની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાં ઘરોના ભાડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એ છે કે જેટલી લોકોની કમાણી છે તેનો 30 ટકા ભાગ તો ફક્ત મકાનના ભાડા ચૂકવવામાં જાય છે. જેના કારણે તેમની કમર તૂટી રહી છે અને તેઓ હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે. 

શું છે પલાયનનું કારણ?
રિપોર્ટ મુજબ કરિયર બનાવવા માટે કોંગકોંગથી આવીને કેનેડામાં રહેતી 24 વર્ષની મહિલા એલી (નામ બદલ્યું છે) પણ હવે આ દેશ છોડવાનું વિચારી રહી છે. તે જણાવે છે કે ઘર ચલાવવા માટે હોંગકોંગથી તે કેનેડા આવી હતી. તે પૂર્વ ટોરંટોના સ્કારબોરોમાં એક રૂમવાળા ફ્લેટમાં રહે છે. જેનું એક મહિનાનું ભાડું 650 કેનેડિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જ્યારે તેની મહિનાની સેલેરી જ લગભગ 1900 કેનેડિયન ડોલર જેટલી છે. આ ભાડું તેની આવકના લગભગ 30 ટકા જેટલું થઈ ગયું છે. જે ચૂકવવું હવે તેને અઘરું પડે છે. 

પ્રવાસીઓ માટે મોટું સંકટ
એલીની જેમ કેનેડામાં ભાડાના મકાનમાં રહેતા અન્ય લોકો સામે પણ આ જ સમસ્યા છે. સૌથી મોટી પરેશાની એવા લાખો પ્રવાસી લોકો માટે છે જે સારા જીવનની ઈચ્છામાં કેનેડા પહોંચ્યા અને મોંઘા ઘરોના કારણે હવે ભાડાના ઘરોમાં રહેવા માટે મજબૂર  બન્યા છે. ભાડામાં અતિશય વધારો થવાના કારણે વર્ષ 2021માં લગભગ 85 હજાર લોકોએ કેનેડા છોડ્યું અને બીજા દેશોમાં વસી ગયા. જ્યારે પછીના વર્ષ 2022માં 93 હજાર લોકો કેનેડા છોડીને અન્ય દેશોમાં ગયા. આ વર્ષે પણ અત્યાર સુધીમાં લગભગ 42 હજાર કેનેડાથી પલાયન કરી ચૂક્યા છે. 

ટ્રુડો સરકારની ભૂલોનું પરિણામ
કેનેડાથી લોકોના પલાયનના કારણે ત્યાંની ઈકોનોમીને મોટો ઝટકો લાગી રહ્યો છે. ત્યાંની અર્થવ્યવસ્થા મુખ્ય રીતે પ્રવાસી લોકોથી થતી આવક પર ટકેલી છે. આવામાં પ્રવાસીઓના પલાયનથી ત્યાંની સરકાર પણ ગભરાયેલી છે. લોકોનું કહેવું છે કે ટ્રુડોની  ખોટી નીતિઓનો માર તેમણે સહન કરવો પડી રહ્યો છે. કેનેડામાં વધુ ઘર બનાવવાની જરૂર છે પરંતુ ટ્રુડો સરકારનું તેના પર કોઈ ધ્યાન નથી. આવામાં ત્યાં ઘરમાલિકો એકતરફી રીતે મકાનના ભાડા વધારી રહ્યા છે અને સરકાર ચૂપ બેઠી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More