Home> World
Advertisement
Prev
Next

WHO: હજુ લાંબા સમય સુધી મહામારીની પકડમાં રહેશે દુનિયા, ટેડ્રોસે આપી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે ચેતવણી આપી છે કે હજુ કોરોના વાયરસ આપણી વચ્ચેથી જશે નહીં પરંતુ તે લાંબો સમય રહેવાનો છે. 
 

WHO: હજુ લાંબા સમય સુધી મહામારીની પકડમાં રહેશે દુનિયા, ટેડ્રોસે આપી ચેતવણી

જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબિયેયિયસે દુનિયાને વાયરસ પ્રત્યે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે આ વાયરસ હજુ લાંબા સમય સુધી દુનિયામાં રહેવાનો છે. તેમણે જણાવ્યું કે, એશિયા અને મધ્ય પૂર્વના ઘણા દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને એ પણ ત્યારે જ્યાં સુધી વેક્સિનના 780 મિલિયનથી વધુ ડોઝ વિશ્વ સ્તર પર લોકોને આપવામાં આવી ચુક્યા છે. 

તેમણે કહ્યું કે, માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, ટેસ્ટ કરાવવા અને આઇસોલેટ કરવાના જાહેર સ્વાસ્થ્ય ઉપાયો પર ફરી ભાર આપ્યો છે. ટેડ્રોસે કહ્યુ કે, વેક્સિન લગાવ્યા બાદ બેદરકાર ન બનો, સાવચેતી દરેક સમયે રાખવી જરૂરી છે. વિશ્વના અનેક દેશોનો હવાલો આપતા તેમણે કહ્યુ કે, આ વાયરસને રોકી શકાય છે અને જાહેર સ્વાસ્થ્ય ઉપાયોને મજબૂત સિસ્ટમ સાથે જોડી શકાય છે. 

આ પણ વાંચોઃ Corona ના ભયંકર પ્રકોપ વચ્ચે આવ્યા ખુશખબર, વાયરસને હરાવવા માટે મળ્યું મહત્વનું હથિયાર

કોવિડથી બચાવ માટે સાવધાની જરૂરી
ટેડ્રોસ પ્રમાણે ખા દેશ કોવિડને રોકવામાં સફળ રહ્યાં છે અને આ કારણે તે કુશી મનાવી રહ્યાં છે. ઘણા આયોજન કરી રહ્યાં ચે અને પરિવારની સાથે મસ્તી કરી રહ્યાં છે. સાથે તેમણે કહ્યું કે, તે ફરીવાર અર્થવ્યવસ્થાને ખોલતી જોવા ઈચ્છે છે અને યાત્રા તથા વેપાર ફરીથી દેશો વચ્ચે શરૂ થતો જોવા ઈચ્છે છે પરંતુ હજુ ઘણા દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે તો લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 

લાંબા સમય સુધી રહેશે મહામારી
ટેડ્રોસે કહ્યુ કે, આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાની છે પરંતુ આપણે પોઝિટિવ રહેવાની જરૂર છે. વર્ષની શરૂઆતના બે મહિનામાં કોરોનાના કેસ અને મોતમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેથી જો આકરા પડલા ભરતા સાવચેત રહેવામાં આવે અને વેક્સિનના ડોઝ લેવામાં આવે તો થોડા મહિનામાં તેને ખતમ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More