Home> World
Advertisement
Prev
Next

પાછલા સપ્તાહે યુરોપમાં આવ્યા 70 લાખથી વધુ ઓમિક્રોન વેરિએન્ટના કેસ: WHO

ડબ્લ્યૂએચઓના યુરોપના ડાયરેક્ટર ડા હંસ ક્લૂઝે મંગળવારે એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે યુરોપના 26 દેશોને જણાવ્યું કે તેની વસ્તીના એક ટકાથી વધુ દર સપ્તાહે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે.
 

પાછલા સપ્તાહે યુરોપમાં આવ્યા 70 લાખથી વધુ ઓમિક્રોન વેરિએન્ટના કેસ: WHO

કોપેનહેગનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપ ભરમાં ઓમિક્રોન વેરિએન્ટના 70 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા, જે માત્ર બે સપ્તાહમાં ડબલથી વધુ છે. ડબ્લ્યૂએચઓના યુરોપના ડાયરેક્ટર ડા હંસ ક્લૂઝે મંગળવારે એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે યુરોપના 26 દેશોને જણાવ્યું કે તેની વસ્તીના એક ટકાથી વધુ દર સપ્તાહે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે હવે દેશો માટે પોતાની સ્વાસ્થ્ય સિસ્ટમને ખરાબ થતી રોકવા માટે આ અવસરની સમાપ્તિ છે. 

ઘરમાં પણ માસ્ક લગાવવા પર આપ્યો ભાર
તેમણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સના અંદાજને ટાંક્યો કે પશ્ચિમ યુરોપની અડધી વસ્તી આગામી છથી આઠ અઠવાડિયામાં કોરોનાથી સંક્રમિત થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે ઓમિકોન કોઈપણ (અગાઉના) વેરિઅન્ટ કરતાં વધુ ઝડપી અને વિશાળ સંક્રમિત કરે છે. ક્લુગે યુરોપિયન દેશોને ઘરની અંદર માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવા અને રસીકરણને પ્રાધાન્ય આપવા હાકલ કરી, જેમાં આરોગ્ય કર્મચારીઓ અને વૃદ્ધ લોકો સહિત જોખમી વસ્તીના બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ બેવફા Pizzaની કહાની! પહેલા ગરીબો જે વસ્તુ ખાઈ કામ ચલાવતા, આજે એને શાનથી ખાય છે અમીરો

ગરીબ દેશોમાં પણ રસીકરણ વધારવા વિનંતી કરી
જિનેવામાં ડબ્લ્યુએચઓ હેડક્વાર્ટર અગાઉ શ્રીમંત દેશોને બૂસ્ટર ડોઝ ઓફર ન કરવા અને ગરીબ દેશોને દાન આપવા વિનંતી કરી છે, જ્યાં નબળા જૂથોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. ક્લુગે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ચિંતિત છે કે જેમ જેમ ઓમિક્રોન સમગ્ર યુરોપીયન ખંડમાં પૂર્વ તરફ આગળ વધે છે, વેરિએન્ટ ઓછા રસીકરણ કવરેજ દર ધરાવતા દેશો પર ભારે અસર કરશે. ડેનમાર્કમાં તેઓએ નોંધ્યું કે કોરોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર એવા લોકો કરતા છ ગણો વધારે છે જેમને રસી આપવામાં આવી ન હતી.

ચીનના અનયાંગ શહેરમાં લૉકડાઉન લાગૂ
આ વચ્ચે ચીનના અનયાંગ શહેરમાં 2 ઓમિક્રોન સંક્રમિત મળ્યા બાદ લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ શહેરની વસ્તી 55 લાખ છે. તેની પહેલા અહીં એક કરોડ 30 લાખ વસ્તી શીઆન શેર અને 11 લાખની વસ્તીવાળા યુઝોઉ શહેરમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં હવે કુલ 1.96 કરોડ લોકો લૉકડાઉનમાં છે. મોટા પાસા પર કોરોના તપાસ કરવા માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી નથી. બિન જરૂરી વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો તમામ દુકાનોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More