Home> World
Advertisement
Prev
Next

Bharat Biotech ની કોવેક્સીનને WHOએ આપી મંજૂરી, જાણો ભારતીય નાગરિકોને શું ફાયદો થશે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે ભારત બાયોટેકની કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનની મંજૂરીને લઈને WHOના અડિયલ વલણ પર ભારત પણ અનેકવાર સવાલ ઉઠાવી ચૂક્યું હતું

Bharat Biotech ની કોવેક્સીનને WHOએ આપી મંજૂરી, જાણો ભારતીય નાગરિકોને શું ફાયદો થશે?

જીનિવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે ભારત બાયોટેકની કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનની મંજૂરીને લઈને WHOના અડિયલ વલણ પર ભારત પણ અનેકવાર સવાલ ઉઠાવી ચૂક્યું હતું. ત્યારે WHOએ દલીલ આપતાં કહ્યું હતું કે વેક્સીનના ઉપયોગની મંજૂરીના નિર્ણય માટે સંપૂર્ણ રીતે મૂલ્યાંકન જરૂરી હોય છે. એટલે તેમાં સમય લાગી શકે છે. જોકે હવે WHOના ટેકનિકલ સલાહકાર ગ્રૂપે ભારતની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. જે સાબિત કરે છે કે  આપણી વેક્સીન હવે દુનિયાને પણ મંજૂર છે.

WHOની મંજૂરીથી શું થશે ફાયદો:
હવે તમારા મનમાં એમ થતું હશે કે WHOની મંજૂરીથી આપણને શું ફાયદો થશે?. તો તે પણ પણ જાણી લો.
1. WHOની મંજૂરીથી સૌથી વધારે ફાયદો ભારતીય નાગરિકોને થશે.
2. કોવેક્સીનના બંને ડોઝ લેનાર નાગરિકોને ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ મળશે.
3.ભારતીય નાગરિકો દુનિયાના કોઈપણ દેશની મુસાફરી કરી શકશે.

Petrol Diesel Price: દીવાળી પર સરકારે આપી મોટી ભેટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો

PM મોદીએ WHO ચીફ સાથે કરી હતી મુલાકાત:
પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ જી-20 શિખર સંમેલનમાં WHOના ચીફ ડૉ. ટેડ્રોસ અધાનોમ સાથે મુલાકાત કરી હતી. તે સમયે બંનેએ એકબીજાને સ્મિત સાથે નમસ્કાર કર્યા હતા. આ બેઠક બાદ માનવામાં આવતું હતું કે કોરોનાની વેક્સીનની ઈમરજન્સી અપ્રૂવલ આપવામાં આવશે. અને તેવું જ થયું.

આ દેશોએ પહેલા આપી છે કોવેક્સીનને મંજૂરી:
1. મેક્સિકો
2. નેપાળ
3. ઈરાન
4. ફિલીપીન્સ
5. ઝિમ્બાબ્વે
6. મોરેશિયસ
7. ઓમાન
8. ઓસ્ટ્રેલિયા

WHOના નિર્ણયથી ભારતના અનેક લોકોને ફાયદો થશે. કેમ કે ભારતમાં મોટાભાગના લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશીલ્ડને તો WHOએ મંજૂરી આપી દીધી હતી. પરંતુ કોવેક્સીનને મંજૂરી આપી ન હતી. પરંતુ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીનને ઈમરજન્સી મંજૂરી આપીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તો આખી દુનિયાને પણ ભારતની તાકાતની ખબર પડી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More