Home> World
Advertisement
Prev
Next

મહારાણી એલિઝાબેથના સીક્રેટ લેટરમાં શું છે? 63 વર્ષ સુધી ખોલવા પર છે પ્રતિબંધ

જાણવા મળી રહ્યું છે કે મહારાણી એલિઝાબેથનો એક સીક્રેટ લેટર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક લોટરની અંદર રાખવામાં આવ્યો છે. આ લેટરને 63 વર્ષ સુધી ખોલી શકાશે નહીં. 

મહારાણી એલિઝાબેથના સીક્રેટ લેટરમાં શું છે? 63 વર્ષ સુધી ખોલવા પર છે પ્રતિબંધ

લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ હવે કિંગ ચાર્લ્સ-3 ત્યાંના રાજા બની ચુક્યા છે. આ વચ્ચે એક મોટું રાઝ સામે આવ્યું છે. કહેવામાં આવે છે કે મહારાણી એલિઝાબેથનો એક સીક્રેટ લેટર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક લોકરની અંદર રાખવામાં આવ્યો છે. તેનાથી ચોંકાવનારી વાત છે કે આ સીક્રેટ લેટરને આગામી 63 વર્ષ સુધી ખોલી શકાશે નહીં. કહેવામાં આવે છે કે આ પત્રને મહારાણી એલિઝાબેથે વર્ષ 1986માં લખ્યો હતો. 

ઐતિહાસિક બિલ્ડિંગમાં રાખ્યો છે લેટર
આ સીક્રેટ પત્ર વિશે જાણકારી ઓસ્ટ્રેલિયાના 7 ન્યૂઝે આપી છે. તે પ્રમાણે આ લેટર સિડનીની એક ઐતિહાસિક બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે. પરંતુ આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેની કોઈ જાણકારી નથી. કહેવામાં આવે છે કે મહારાણીના અંગત સ્ટાફને પણ તેના વિશે કોઈ જાણકારી નથી. આ પત્રને એક કાચના બોક્સમાં કોઈ અજાણ્યા સ્થળે છુપાવીને રાખવામાં આવ્યો છે. આ પત્રને 2085 સુધી ન ખોલવાની વાત સામે આવી છે. 

આ પણ વાંચોઃ Apple Watch ના લીધે બચ્યો આ શખ્સનો જીવ! 48 કલાકમાં 138 વખત બંધ થઈ હતી હાર્ટબીટ

વર્ષ 2085માં ખોલવાની વાત
જાણકારી પ્રમાણે આ પત્ર લોર્ડ મેયર ઓફ સિડનીને સંબોધિત કરતા લખવામાં આવ્યો છે. તેનો અર્થ કંઈક આવો છે, વર્ષ 2085માં કોઈ યોગ્ય દિવસે, શું તમે આ પરબિડીયું ખોલીને મારો સંદેશ સિડનીના નાગરિકોને મોકલશો? આ કવર પર એલિઝાબેથ આર.ની સહી છે. રાજ્ય પ્રમુખ તરીકે મહારાણી એલિઝાબેથ દ્વિતીયે 16 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એંતની એલ્બનીજે શુક્રવારે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રથમ લોકપ્રિય યાત્રાથી લઈને, તે સ્પષ્ટ હતું કે ઓસ્ટ્રેલિયા માટે તેમના દિલમાં એક વિશેષ સ્થાન હતું. શુક્રવારે સિડનીના ઓપેરા હાઉસ પર મહારાણીને યાદ કરતા રોશની કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ કિંગ ચાર્લ્સ તૃતીયને છેલ્લા 70 વર્ષોમાં પ્રથમ નવા શાસક સ્વીકાર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More