Home> World
Advertisement
Prev
Next

Virgin Galactic Spaceflight: રિચર્ડ બ્રેનસનની ટીમ અંતરિક્ષની યાત્રા કરી પરત ફરી, ભારતીય મૂળની સિરિશા પણ થઈ સામેલ

રવિવારે તેમની આ યાત્રા માટે બ્રેનસનના યાને ન્યૂ મેક્સિકોના દક્ષિણી રણપ્રદેશથી અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી. ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે 8 કલાકે શરૂ થઈ અને આશરે સવા કલાક બાદ રાત્રે 9.12 કલાકે તે ધરતી પર પરત ફર્યા હતા. 
 

Virgin Galactic Spaceflight: રિચર્ડ બ્રેનસનની ટીમ અંતરિક્ષની યાત્રા કરી પરત ફરી, ભારતીય મૂળની સિરિશા પણ થઈ સામેલ

ન્યૂ મેક્સિકોઃ ભારતીય મૂળની એરોનોટિકલ એન્જિનિયર 34 વર્ષીય સિરિશા બાંડલા  (Sirisha Bandla) એ આજે અંતરિક્ષની ઉડાન ભરી છે. કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને રાકેશ શર્મા બાદ સિરિશા અંતરિક્ષમાં પહોંચનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા અને ચોથી ભારતવંશી છે. સિરિશા વર્જિન ગેલેક્ટિક (Virgin Galactic) કંપનીના રિચર્ડ બ્રેનસન (Richard Branson) અને અન્ય પાંચ સભ્યોની સાથે ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષ સુધીની સફર કરી છે. 

એક કલાકથી વધુ સમય રહ્યાં અંતરિક્ષમાં
વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન પોતાના સ્પેસપ્લેન વર્જિન વીએસએસ યુનિટી દ્વારા અંતરિક્ષની યાત્રા પર નિકળ્યા હતા અને આશરે સવા કલાકમાં તેને પૂરી કરી ધરતી પર પરત આવી ગયા છે. 

રવિવારે તેમની આ યાત્રા માટે બ્રેનસનના યાને ન્યૂ મેક્સિકોના દક્ષિણી રણપ્રદેશથી અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી. ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે 8 કલાકે શરૂ થઈ અને આશરે સવા કલાક બાદ રાત્રે 9.12 કલાકે તે ધરતી પર પરત ફર્યા હતા. 

શું હતો આ યાત્રાનો ઇરાદો?
વર્જિન ગેલેક્ટિક (Virgin Galactic) ના રિચર્ડ બ્રેનસને આજે રવિવારે પોતાના રોકેટ દ્વારા અંતરિક્ષની યાત્રા કરી છે. સિરિશા સંસ્થાપક સર રિચર્ડ બ્રેનસન અને પાંચ અન્ય સભ્યોની સાથે ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષની સફર પર નિકળી હતી. અંતરિક્ષ યાને ન્યૂ મેક્સિકોના દક્ષિણી રણપ્રદેશથી ઉડાન બરી હતી. બ્રેસનને થોડા દિવસ પહેલા ટ્વિટર પર અંતરિક્ષ યાત્રાની જાહેરાત કરી હતી. તેની ઉડાનનો ઇરાદો અંતરિક્ષ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે, જેના માટે 600થી વધુ લોકો રાહ જોઈ રહ્યાં છે. 

કોણ છે સિરિશા બાંડલા?
સિરિશા બાંડલા આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જન્મી હતી અને ટેક્સાસના હ્યૂસ્ટનમાં અભ્યાસ કર્યો છે. સિરિશા વર્જિન ગેલેક્ટિક કંપનીના ગવર્નમેન્ટ અફેયર્સ એન્ડ રિસર્ચ ઓપરેશનની વાઇસ પ્રેસિડેન્ટ છે. માત્ર છ વર્ષમાં સિરિશાએ વર્જિન ગેલેક્ટિકમાં આટલી સીનિયર પોસ્ટ મેળવી છે. સિરિશાએ એક વીડિયો ટ્વીટ કરી કહ્યું હતું- હું યૂનિટી 22 ક્રૂ અને આ કંપનીનો ભાગ હોવા પર ગર્વ અનુભવુ છું, જેનું મિશન બધા માટે અંતરિક્ષને સરળ બનાવવાનું છે. આ પહેલા સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસને આ યાત્રાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યુ- હું હંમેશા સપના જોનારો વ્યક્તિ રહ્યો છું. મારા માતાએ મને ક્યારેય હાર ન માનવાનું શિક્ષણ આપ્યું છે. હવે તે સપનાને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More