Home> World
Advertisement
Prev
Next

Viral: 55 વર્ષીય આ વ્યક્તિ મૃત્યુ બાદ જીવંત પાછો ફર્યો, મૃત્યુ પછી શું થયું બધુ કહ્યું!

Viral: અત્યાર સુધી તમે ફિલ્મો અને વાર્તાઓમાં જોયું હશે અને સાંભળ્યું હશે કે વ્યક્તિ મૃત્યુ પછી અચાનક જીવિત થઈ જાય છે . પરંતુ હાલમાં આવા જ સમાચાર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

Viral: 55 વર્ષીય આ વ્યક્તિ મૃત્યુ બાદ જીવંત પાછો ફર્યો, મૃત્યુ પછી શું થયું બધુ કહ્યું!

Viral: ઈંગ્લેન્ડમાં રહેતા એક વ્યક્તિનો દાવો છે કે તે મર્યા પછી જીવતો થયો છે. આટલું જ નહીં, તે આ સમયગાળા દરમિયાનની સમગ્ર પ્રક્રિયાને પણ યાદ રાખી છે. આ વ્યક્તિનું નામ કેવિન હિલ છે, જે વ્યવસાયે લેખક હોવાનું કહેવાય છે અને તેની ઉંમર 55 વર્ષની છે. ડૉક્ટર્સે તેને ક્લિનિકલી મૃત જાહેર કર્યો હતો, પરંતુ તે થોડા જ સમયમાં જીવતો થઈ ગયો હતો. ડૉક્ટર્સ પણ આ ચમત્કારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

મૃત્યુ પછી જીવ્યો માણસ
કેવિન હિલે આ અંગે કહ્યું, જ્યારે તેણે તેના શરીર પર જોયું તો તેની હાલત ગંભીર હતી. હોસ્પિટલનો સ્ટાફ સતત પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ મૃત્યુ પામ્યા હોવાની જાણ થઈ હતી. એવું લાગતું હતું કે તેનો આત્મા કોઈના હાથમાં છે પણ તે બધું જોઈ શકતો હતો. ઘણી શાંતિ હતી. પરંતુ થોડા સમય પછી અચાનક તેની આંખ ખુલી અને તેને લાગવા લાગ્યું કે તે મૃત્યુ પછી જીવિત થઈ ગયો છે.

'ધ મિરેકલ મેન'
કેવિને કહ્યું તેજસ્વી સફેદ પ્રકાશ જેવું કંઈ જ જોયું નથી આ ચમત્કારથી ડોકટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કેવિનને 'ધ મિરેકલ મેન' તરીકે ઓળખાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે કેવિનના પગમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું અને તેનું શરિર સૂજી ગયું હતું. જેના કારણે તે ખૂબ રડતો હતો. આ દરમિયાન તેમને હૃદયની બીમારી થઈ હતી. જોકે કેવિન હવે તે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે. આ ઘટના બાદ કેવિન પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો:
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન....ગ્રાહકો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી!
એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
બોયફ્રેન્ડની હત્યા કરનારીએ કહ્યું હવે નથી રહેવાતું, જેલમાં 1 રાત માટે નવો પ્રેમી આપો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More