Home> World
Advertisement
Prev
Next

VIDEO: બીયરના કેનમાં ફસાયું સાપનું માથું! મહિલાએ કર્યો બચાવાનો પ્રયાસ, પરંતુ....

રોજા ફોન્ડે જણાવ્યું કે, સાપને બીયરના કેનમાં ફસાયેલો જોઈને મને તેના પર દયા આવી ગઈ અને મેં તેને બચાવાનો પ્રયાસ કર્યો, જોકે, હું સાપની ખુબ જ ડરતી હતી 

VIDEO: બીયરના કેનમાં ફસાયું સાપનું માથું! મહિલાએ કર્યો બચાવાનો પ્રયાસ, પરંતુ....

નવી દિલ્હીઃ સાપને જોતાં જ ભલભલાના હોશ ઉડી જતા હોય છે, પરંતુ અમેરિકાની એક મહિલાએ પોતાના જાનની બાજી લગાવીને સાપનો જીવ બચાવ્યો હતો. સાપને બચાવાનો આ વીડિયો સોશિયલ મીડિયો પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફોન્ડે પોતાના મોબાઈલમાં જ બનાવીને ફેસબુક પર અપલોડ કર્યો છે. 

ફ્લોરિડામાં રહેતી રોજા ફોન્ડ થોડા દિવસ પહેલા બ્રૂક્સવિલેમાં કાર ડ્રાઈવ કરીને જતી હતી. અચાનક તેની નજર સડકના કિનારે પડેલા એક બીયર કેન પર પડી હતી. આ કેનમાં એક સાપ ફસાયેલો હતો. સાપનું મોઢું બીયરના કેનમાં ફસાઈ ગયું હતું. 

રોજા ફોન્ડે જણાવ્યું કે, સાપને બીયરના કેનમાં ફસાયેલો જોઈને મને તેના પર દયા આવી ગઈ અને મેં તેને બચાવાનો પ્રયાસ કર્યો, જોકે, હું સાપની ખુબ જ ડરતી હતી. તેણે જણાવ્યું કે, જ્યારે સાપને બચાવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આ દરમિયાન ત્યાં બે કુતરા પણ ઉભા હતા. તેઓ તેને મારવાનો પ્રયાસ કરતા હતા. 

તેણે જણાવ્યું કે, સાપને બચાવા માટે મારી પાસે કોઈ ઉપકરણ ન હતું, આથી મેં એક ઝાડની ડાળી લઈને તેની મદદથી સાપનું મોઢું બીયરના કેનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 

રોજા ફોન્ડે જણાવ્યું કે, તે સાપને ખુબ જ પ્રેમ કરે છે, આથી તેણે આવી સ્થિતિમાં મેં તેને બચાવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું કે, સાપને બચાવ દરમિયાન તે બે વખત મારા હાથ પર લપેટાઈ ગયો હતો. એ દરમિયાન મારા મોઢામાંથી ચીસ નિકળી ગઈ હતી. જોકે, થોડી મિનિટમાં જ મેં તેને બચાવી લીધો. સાપ 'રેસર' પ્રજાતિનો હતો, જેમાં ઝેર હોતું નથી. 

વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More