Home> World
Advertisement
Prev
Next

Video: ત્રિરંગાના રંગમાં રંગાઈ બુર્જ ખલીફાની ઈમારત, ચારેબાજુથી અવાજ ઉઠ્યો- Stay Strong India

કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહેલા ભારતની પડખે હવે યુનાઈટેડ આરબ અમીરાત પણ મક્કમપણે ઊભું છે

Video: ત્રિરંગાના રંગમાં રંગાઈ બુર્જ ખલીફાની ઈમારત, ચારેબાજુથી અવાજ ઉઠ્યો- Stay Strong India

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહેલા ભારતની પડખે હવે યુનાઈટેડ આરબ અમીરાત પણ મક્કમપણે ઊભું છે. કોરોનાની આ મુશ્કેલ ઘડીમાં ભારતના સમર્થનમાં UAE એ સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા(Burj Khalifa) ને તિંરગાના રંગમાં રંગી નાખી. 

વાત જાણે એમ છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ ખુબ ચિંતાજનક છે. આવામાં સાઉદી અરબ, યુકે, અમેરિકા સહિત અનેક દેશ ભારતની મદદે આવ્યા છે. આ બધા વચ્ચે યુએઈએ પણ ભારત પ્રત્યે પોતાનું સમર્થન અને પ્રેમ દર્શાવવા માટે બુર્જ ખલીફાને તિરંગાના રંગમાં રંગી નાખી. આ સૌથી ઊંચી ઈમારતથી #StayStrongIndia નો મેસેજ પણ અપાયો. 

રવિવારે મોડી રાતે UAEમાં ભારતીય દૂતાવાસ તરફથી એક વીડિયો શેર કરાયો. વીડિયોમાં કેપ્શનમાં લખાયું કે ભારત કોરોના વિરુદ્ધ ભીષણ યુદ્ધ લડી રહ્યું છે, આવામાં તેનો મિત્ર UAE પોતાની શુભકામના મોકલે છે કે બધુ જલદી ઠીક થઈ જાય. 

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુર્જ ખલીફા ઈમારત તિંરગાના રંગોથી  ઝગમગી રહી છે. ઈમારત પર તિરંગા ઉપરાંત #StayStrongIndia નો હેશટેગ પણ જોવા મળી રહ્યો છે. 

Coronavirus: ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિથી Google પણ વ્યથિત, અધધધ...મદદની કરી જાહેરાત

Corona: અમેરિકા પણ મદદ માટે આવ્યું આગળ, ભારતને વેક્સિન માટે આપશે કાચો માલ

Corona વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો UK નો સાથ, જીવનરક્ષક ઈક્વિપમેન્ટ્સ આવશે ભારત 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More